અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવા આવી છે. ત્યારે ભાજપ પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા માટે જઈ રહ્યું છે. તેવામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ગાજ્યા મેઘ વરસ્યા નહીં એવી થઈ ગઈ છે. ત્યારે અરવિંદ કેજરીવાલે જે લખીને દાવાઓ કર્યા હતા તે ખોટા પડી જતા જોવાજેવી થઈ હતી. ગોપાલ ઈટાલિયાએ આ દરમિયાન કહ્યું છે કે આગામી ચૂંટણીમાં અમે મજબૂત ટક્કર આપીશું.
ADVERTISEMENT
કેજરીવાલે દિગ્ગજ નેતાઓની જીતની ભવિષ્યવાણી કરી હતી..
નોંધનીય છે કે અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે લેખિતમાં ત્રણ નેતાઓના જીતના દાવા કર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાની જીતનો દાવો કરતા તેમણે લેખિતમાં આપ્યું હતું. તેમણે આ ત્રણેય નેતાના નામ લખી તેમની જીતનો દાવો કર્યો હતો. પરંતુ અત્યારે તો મતગણતરી સમયે આ ત્રણેય નેતાઓ ચૂંટણીમાં હારતા જોવા મળી રહ્યા છે.
કેજરીવાલની બીજી લેખિત ભવિષ્યવાણી પણ ફ્લોપ…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેખિતમાં દાવો કરતા જણાવ્યું હતું કે અહીં ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવા માટે જઈ રહી છે. આની સાથે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસને 5થી પણ ઓછી બેઠકો મળવા જઈ રહી છે. જોકે અત્યારે જે પ્રમાણે સમીકરણો છે એનો જોતા આ તમામ ભવિષ્યવાણીઓ ફ્લોપ થતી નજરે પડી રહી છે.
ADVERTISEMENT