What is a Semiconductor: સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં દેશ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેક્ડ ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લગભગ રૂ. 1.25 લાખ કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો પાયો નાખ્યો. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ ત્રણ પ્લાન્ટમાંથી બે પ્લાન્ટ ગુજરાતના ધોલેરા અને સાણંદમાં અને એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ આસામના મોરીગાંવમાં ખુલશે. પરંતુ શું તમે જાણો છો કે સેમિકન્ડક્ટર શું છે અને તેનો ક્યાં-ક્યાં ઉપયોગ થાય છે?
ADVERTISEMENT
ક્યાં-ક્યાં થાય છે સેમિકન્ડક્ટરનો ઉપયોગ?
સેમિકન્ડક્ટર એ સિલિકોન ચિપ હોય છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉપકરણો (Electronic Components)માં કરવામાં આવે છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ વાહનો, સ્માર્ટફોન, કમ્પ્યુટર, એટીએમ, કાર, ડિજિટલ કેમેરા, એસી અને રેફ્રિજરેટરમાં થાય છે. એટલું જ નહીં, ઘણી મિસાઇલોમાં સેમિકન્ડક્ટર ચિપ્સની જરૂર પડે છે. સેમિકન્ડક્ટર ચિપ કોઈપણ પ્રોડક્ટને કંટ્રોલ અને મેમોરી ફંક્શનને ઓપરેટ કરે છે. એટલું જ નહીં હાઈટેક કારના સેન્સર, ડ્રાઈવર આસિસ્ટેન્સ, પાર્કિંગ રિયર કેમેરા, એરબેગ અને ઈમરજન્સી બ્રેકિંગમાં પણ સેમિકન્ડક્ટરની જરૂર પડે છે.
આ પ્લાન્ટથી ભારતને શું ફાયદો થશે?
ભારતે છેલ્લા કેટલાક સમયથી સેમિકન્ડટરના નિર્ણાણની દિશામાં ઝડપથી પગલા ઉઠાવ્યા છે. ગયા વર્ષે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટરના ઉત્પાદન પર વિશેષ ભાર મૂક્યો હતો. ગુજરાત (સાણંદ અને ધોલેરા) અને આસામ (મોરીગાંવ)માં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટના નિર્માણથી એક તરફ ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઓછી થશે. બીજી તરફ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો પણ ઉભી થશે. આ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પાંચ ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
26 હજાર લોકોને સીધી રોજગારી મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત અને આસામમાં જે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે તેનું નિર્માણ કાર્ય 100 દિવસની અંદર શરૂ થઈ જશે. જે બાદ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન શરૂ થશે. આ ત્રણેય પ્લાન્ટ્સમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન પછી ડિજિટલ અર્થતંત્ર ઝડપથી વધવાની અપેક્ષા છે. સાથે જ રક્ષા, સ્પેસ અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સેક્ટર પણ મજબૂત થશે. આ સેમિકન્ડક્ટરનો ભારતમાં તો ઉપયોગ કરાશે જ સાથે-સાથે વિદેશમાં નિકાસ કરવામાં આવશે, જે અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. આ ત્રણેય પ્લાન્ટથી 26 હજાર લોકોને સીધી રોજગારી મળશે.
ભારત અને અમેરિકા વચ્ચે થયો MoU
ભારત અને અમેરિકાએ ઈન્ડિયા-યુએસ 5th કોમર્શિયલ ડાયલોગ 2023 દરમિયાન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું હબ બનવાના સપનાને સાકાર કરવામાં ઘણી મદદ કરી શકે છે. સેમિકન્ડક્ટર્સ માટે ચીન અને તાઈવાન પર આપણી નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને અમેરિકા વચ્ચેનો આ પ્રયાસ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT