દુર્ગેશ મહેતા, ગાંધીનગરઃ રાજ્યમાં સરકાર હસ્તકના તમામ વિભાગો વ્યવસ્થિત ચાલે છે કે કેમ તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મંત્રીઓને કહેવાયું છે કે પોતોના હસ્તકના વિભાગોની મુલાકાત લેતા રહેવું. એવામાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. ગાંધીનગરમાં કૃષિભવનની સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા અને વિભાગોની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
કૃષિમંત્રી રાઘવજી પટેલ એક્શમાં
કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પોતાના વિભાગમાં આવતા કાર્યોની સમીક્ષા કરવાની શરુઆત કરી દીધી હતી હવે સરપ્રાઈઝ આપવાનું પણ રાઘવજી પટેલે ચાલુ કર્યું છે. ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. આમ પણ વિધાનસભાની ચૂંટણી બાદ હાઈકમાન્ડે તમામ મંત્રીઓને પોતાના વિભાગોની મુલાકાત લેવા માટે સૂચના આપી છે અને રાઘવજી પટેલ એ આજ્ઞાનું પાલન કરી રહ્યાં છે. સરકારી અધિકારીઓ ફરજબદ્ધ કામ કરે તે ખુબ જરુરી છે. અને ફરજો પૂરી કરવા માટે સમયસર હોવું ખુબ જરુરી છે. કોઈ પણ કર્મચારી સમયસર નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર કૃષિભવનની સરપ્રાઈઝ વિઝિટ કરી
ગાંધીનગર કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચેલા રાઘવજી પટેલે કહ્યું હતું કે, કોઈ પણ સરકારી કર્મચારી સમયસર નહીં આવે તો તે ચલાવી લેવાશે નહીં. હવે જો અધિકારીઓ કે કર્મચારીઓ મોડા પડશે તો તેમના સામે પગલા લેવામાં આવશે. આ ઉપરાંત પોતે આવી જ રીતે સરપ્રાઈઝ વિઝિટ કરતા રહેશે તેવી પણ તેમણે જાણકારી આપી હતી. જોકોઈ ગેરરિતી માલૂમ પડશે તો પોતે કડક પગલા લેશે તેવી પણ ચીમકી આપી છે. આ સાથે કૃષિ ભવનની ઓફિસમાં સ્વચ્છતા જાળવવા પણ સૂચનો કર્યા હતા.
મંત્રીજીની વિઝિટ પર અધિકારી શું બોલ્યા ?
તો કૃષિમંત્રીની વિઝિટને લઈને ખેતી નિયામક એસ.જે.સોલંકી પોઝિટિવ પ્રતિભાવ આપ્યો છે. એસ. જે. સોલંકી કહી રહ્યાં છે કે, સાહેબની સરપ્રાઈઝ વિઝિટ અમારા માટે તો પોઝિટિવ રીતે જ હું જોઉં છું. કારણ કે અમારો ઉત્સાહ વધશે. કારણ કે આવી રીતે મંત્રીશ્રી આવે વિઝિટ માટે એ જ મોટી વાત છે. જે કર્મચારીઓ મોડા આવતા હોય તેમના માટે પણ એક મેસેજ જાય છે કે તેઓ સમયસર આવે. મંત્રીજી પણ સમસયસર વિઝિટમાં પહોંચ્યા હતા. આ મુલાકાત મંત્રીજીની ઔપચારિક મુલાકાત જ હતી તેવી ખેતી નિયામક કહી રહ્યા છે. કારણ કે આ વિઝિટમાં તેઓએ માત્ર એ નિરિક્ષણ કર્યું કે તેમના હસ્તક જે ખાતાઓ છે તે કેવી રીતે ચાલે છે. શું કામગીરી થાય છે. ક્યાં કચાશ છે. તો સ્વચ્છતા માટે પણ સૂચના આપ્યા હોવાનો સ્વીકાર કર્યો.
ADVERTISEMENT