દર્શન ઠક્કર/ જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જામનગર ઉત્તર વિધાનસભામાં રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે. ત્યારે જાડેજાના બહેન નયના બા કોંગ્રેસનો પ્રચાર કરવા માટે લાગી ગયા છે. તેવામાં હવે રવીન્દ્ર જાડેજાએ પણ પત્ની રિવાબાને ભાજપના ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી. આ અંગે તેમના બહેન નયના બાને પૂછવામાં આવતા તેમણે મોટુ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
જાડેજાના બહેન કોંગ્રેસ પ્રચારમાં વ્યસ્ત..
જામનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભામાં રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ઉમેદવાર છે. આ દરમિયાન જાડેજા પણ ચૂંટણી પ્રચારમાં તેમની મદદ કરી રહ્યા છે. ત્યારે જોવા જઈએ તો કોંગ્રેસમાં અહીંથી બિપિન્દ્રસિંહ મેદાનમાં ઉતર્યા છે. તેમના માટે વોટ માગવા રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
નયના બાએ કહ્યું- જાડેજા મારો નાનો ભાઈ છે, તે….
રવીન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં પત્ની રિવાબાની મદદ કરી રહ્યો હોવાથી નયના બાની પ્રતિક્રિયા સામે આવી છે. નયના બાએ કહ્યું કે રવીન્દ્ર જાડેજા મારા નાના ભાઈ જેવો છે. તેને મેં ચડ્ડી પહેરાવીને મોટો કર્યો છે. તે પોતાના પત્નીને ચૂંટણી પ્રચારમાં મદદ કરી રહ્યો છે એમાં કોઈ મોટી વાત નથી. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં જોડાઈ છું અને એટલે જ કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહી છું.
નયના બાએ કહ્યું- જો જાડેજા મને મળવા આવશે તો…
નયના બાએ વધુમાં કહ્યું કે જો રવીન્દ્ર જાડેજા મને મળવા આવશે તો હું તેને આશીર્વાદ પણ આપીશ. અમે બધા પોતાના વિચારોની સાથે પોતાની મરજીથી જીવી રહ્યા છીએ. લોકોને જે કહેવું હોય એ કહે, તે મારો નાનો ભાઈ છે અને હું તેની મોટી બહેન છું. વળી અત્યારે હું કોંગ્રેસનો પ્રચાર કરી રહી છું અને મારી પાર્ટીને જીતાડવા માટે વોટ માગી રહી છું. લોકો પોતાનો જવાબ વોટ સાથે આપશે.
ADVERTISEMENT