સુરતઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડ્યા પછી રાજકારણ ગરમાયું હતું. ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ ન મળતા નારાજગીનો વંટોળ પણ ફુંકાયો હતો. તેવામાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે હર્ષ સંઘવીએ સુરતની મજુરા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જોકે આની પહેલા તેમણે શું ખાધુ હતું એ ઘટના ઘણી ચર્ચામાં આવી રહી છે. જાણો વિગતવાર માહિતી…
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા ખાધું…
ટ્વિટ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે ભગવાનના મંદિરમાં દર્શન કર્યા પછી મેં ફોર્મ ભરતા પહેલા મારા મિત્ર તથા સાથી કાર્યકર્તા અનિલ પટેલ સાથે મુલાકાત કરી હતી. મારા સાથી કાર્યકર્તા અનિલ પટેલ છેલ્લા ઘણા સમયથી વડાપાઉંની લારી ચલાવે છે. ત્યારે તેમની લારી પર વડાપાઉં ખાવાનો આનંદ મેં લીધો હતો. આ દરમિયાન સ્વાદ અને પ્રેમનો અનોખો આનંદ માણ્યો છે.
હર્ષ સંઘવીએ ભગવાનના આશીર્વાદ લીધા
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ ભગવાનના દર્શન કર્યા હતા. તથા તેમના આશીર્વાદ લઈને ચૂંટણીના રણસંગ્રામની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હર્ષ સંઘવીએ સી.આર.પાટીલના પણ આશીર્વાદ લીધા હોવાની માહિતી મળી રહી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે મજુરાનાં લોકોનો આભારી છું કારણ કે માત્ર 27 વર્ષની યુવા ઉંમરે હું જનતાની સેવામાં લાગ્યો હતો. આ બદલ કોંગ્રેસે મને બાળક કહ્યો હતો. પરંતુ મજૂરાના લોકોએ અપનાવ્યો હતો અને મારા પર વિશ્વાસ મુકવા બદલ તેમનો આભારી રહીશ.
ADVERTISEMENT