નવી દિલ્હી: તૃણમૂળ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઈને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાં ખોટી રીતે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા હતા. તેમનું એ પણ કહેવું હતું કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી. ભવિષ્યમાં જે કોઈ ગેસ્ટ હાઉસના પરિસરમાં પરવાનગી વિના પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
મુર્શિદાબાદના સાગરદિઘીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના CCTV ફૂટેજ કબજે કર્યા હતા. હું આ ઉદ્ધતાઈની નિંદા કરું છું. બંગા ભવન એ બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાત પોલીસ પર કર્યા સવાલો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ તેમની દિલ્હી મુલાકાતો દરમિયાન ઘણીવાર અભિષેક બેનર્જીના ઘરે રહે છે, પરંતુ જ્યારે તેઓ એકલા પ્રવાસ કરે છે ત્યારે બંગાળ ભવનમાં રહે છે. તેમણે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશ, રાજકારણીઓ, રાજ્યપાલો અને પત્રકારો બંગાળ ભવનમાં રહેતા હોય છે. અને ગુજરાત પોલીસે તેમના તમામ ફૂટેજ જપ્ત કરી લીધા છે. ગુજરાત પોલીસને પ્રશ્ન કરતાં તેણે કહ્યું, “તેઓ શું જાણવા માગે છે? તેમને આમ કરવાનો અધિકાર કોણે આપ્યો? મમતાએ સ્પષ્ટપણે CCTV ફૂટેજ કઇ તારીખે જપ્ત કરવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કહ્યું કે ગોખલેની ધરપકડ બાદ આ ઘટના બની હતી.
આ પણ વાંચો: BREAKING: કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું, આ નેતા પર ઉતારી પસંદગી
આ મામલે કરવામાં આવી હતી સાકેત ગોખલેની ધરપકડ
ગુજરાતમાં મોરબી પૂલ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ન મોદીની મોરબીની મુલાકાત વિશે ટ્વિટ કર્યું હતું. આ મામલે ટીએમસી નેતા સાકેત ગોખલેની આ ત્રીજી ધરપકડ હતી. કોર્ટ દ્વારા તેને બે વખત જામીન મળ્યા બાદ ત્રીજી ધરપકડ કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT