વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બી.વી દોશીનું 95 વર્ષની વયે નિધન, PM મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

અમદાવાદ: દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના આર્કિટેક બી.વી દોશીનું નિધન થયું છે. બી.વી દોશીએ આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદીએ ટ્વીટ કરીને…

gujarattak
follow google news

અમદાવાદ: દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના આર્કિટેક બી.વી દોશીનું નિધન થયું છે. બી.વી દોશીએ આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદીએ ટ્વીટ કરીને તેમને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને તેમને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

100થી વધુ બિલ્ડીંગની ડિઝાઈન બનાવી હતી
આર્કિટેકની દુનિયામાં તેઓ ખૂબ જાણીતું નામ હતા. બી.વી દોશીએ 20મી સદીના બે જાણીતા આર્કિટેક લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન સાથે પણ કામ કરેલું છે અને IIM બેંગ્લોર, IIM ઉદેપુર, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નવી દિલ્હી સહિત 100થી વધુ બિલ્ડીંગની ડિઝાઈન બનાવેલી છે. અમદાવાદમાં બી.વી દોશીના જાણીતી ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી હતી. જેમાં સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદની ગુફા, પ્રેમાભાઈ હોલ, ટાગોર મેમોરિયલ હોલ તથા IIM અમદાવાદની ડિઝાઈનમાં પણ તેમનું યોગદાન હતું.

2018માં પ્રિત્ઝકર પ્રાઈઝથી સન્માનિત કરાયા
બી.વી દોશીને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2022માં જ તેમને રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટનો રોયલ ગોલ્ડ મેડલ અપાયો હતો. જ્યારે 2018માં તેમને પ્રિત્ઝકર પ્રાઈઝ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં નોબલ પ્રાઈઝ જેટલું મહત્વ ધરાવે છે.

 

    follow whatsapp