અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નનજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ જનતા વચ્ચે જવાન કોઈ મોકા છોડતા નથી. કોંગ્રેસથી નારાજ નેતા અને પાટીદારનેતા લલીત વસોયાએ પહેલા નોરતે મન મૂકીને ગરબે ઝૂમ્યા છે.
ADVERTISEMENT
સુરતના મોટા વરાછા ખાતે ખોડલધામ પરિવાર દ્વારા કેપિટલ ફાર્મમાં નવરાત્રી મહોત્સવમાં કોંગ્રેસના નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા મનમૂકીને ઝૂમ્યા છે. શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રિનું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે નેતાઓ જનતા વચ્ચે જવાનો કોઈ મોકો મૂકવા માંગતા નથી. આ દરમિયાન સુરતમાં વેલકમ નવરાત્રી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ગરબાના તાલે નાચ્યા હતા.
સુરત ખાતે ખોડલધામ પરિવાર દ્વારા કેપિટલ ફાર્મમાં નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓની હાજરીમાં ભારે ભીડ જામી હતી. આ દરમિયાન ”ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો” ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય લલિત વસોયા પણ આ ગીતના તળે ઝૂમ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કોંગ્રેસથી અનેક વખત નારાજગી સામે આવી
કોંગ્રેસના નેતા લલીત વસોયાની અનેક વખત નારાજગી સામે આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક નેતાઓની નારાજગી સામે આવી છે. પાટીદાર નેતા લલાઇટ વસોયાની અનેક વખત નારાજગી સામે આવી છે. લલીત વસોયા હવે જાહેર બેનરમાં પણ કોંગ્રેસનો લોગો નથી રાખતા. કોંગ્રેસના ધારાસભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપમાં ભળે તેવી અટક્ળો લગાવવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્ય લલીત વસોયાનું નામ પણ સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT