આસોમાં અષાઢી માહોલ વચ્ચે હવામાન વિભાગની આગાહી, જાણો કયાં સુધી હજુ મેઘરાજા કરશે બેટિંગ…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે છે. તેવામાં આ સિઝનમાં 100 ટકાથી વધુનો વરસાદ નોંધાતા હવે જે ઝાપટા પડી રહ્યા છે,…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે છે. તેવામાં આ સિઝનમાં 100 ટકાથી વધુનો વરસાદ નોંધાતા હવે જે ઝાપટા પડી રહ્યા છે, એનાથી ખેડૂતોની ચિંતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે રવિવારની વાત કરીએ તો જુનાગઢમાં જ દોઢથી વધુ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આજે અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના
વહેલી સવારથી જ અમદાવાદે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી. તેવામાં વેધર રિપોર્ટ પ્રમાણે દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તથા હળવોથી મધ્યમ વરસાદ બપોરથી સાંજ સુધીમાં પડે એવી સંભાવના જણાવાઈ રહી છે.

જુનાગઢમાં મેઘરાજાની તોફાની ઈનિંગ
રવિવારે એક કલાકની અંદર જુનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન જિલ્લાના મેંદરડાના ગ્રામિણ ક્ષેત્રો પૈકી, ઉમરાળા, દાત્રાણામાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બીજી બાજુ પોરબંદરના પારાવડા, મોભીયીવદર ખાતે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તથા સાવરકુંડલા અને ધારીમાં દોઢથી વધુ ઈંચનો વરસાદ પડ્યો હતો.

હજુ 5 દિવસ સુધી વરસાદની આગાહી..
મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો 15 ઓક્ટોબર સુધી હજુ સામાન્યથી ભારે વરસાદ ખાબકી શકે છે. આના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચી શકે છે. વળી સાવરકુંડલામાં તો ચોમાસુ પીક પર હોય જામે એમ વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પરથી સતત પાણી વહેવા લાગ્યું હતું. ખેતરોમાં પાણી ફરીવળતા ચિંતાની સ્થિતિ.

    follow whatsapp