ગુલાબી ઠંડી વચ્ચે નર્મદામાં વરસાદનું ઝાપટું પડ્યું, સ્થાનિકોને એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ!

નર્મદાઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. જેના કારણે 10થી 14 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગુલાબી ઠંડીની…

gujarattak
follow google news

નર્મદાઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. જેના કારણે 10થી 14 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ગુલાબી ઠંડીની સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરાઈ છે. ત્યારે આજે નર્મદામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ ખાબકવા લાગ્યો છે. જેના કારણે સ્થાનિકોને મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો.

નર્મદામાં ખાબક્યો વરસાદ…
નોંધનીય છે કે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી એક કે બે દિવસની અંદર કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ત્યારે નર્મદા જિલ્લામાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. તેવામાં અહીં જાણે સવારે ઠંડી બપોરે થોડી ગરમી અને સાંજે વરસાદ પડતા સ્થાનિકોને એક જ દિવસમાં ત્રણ ઋતુનું અનુભવ થયો હોય એમ લાગી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. આ દરમિાયન દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાંગ તથા વાસંદામાં વરસાદ ખાબક્યો હતો. તેવામાં ગુલાબી ઠંડીની સિઝનમાં આવી રીતે વરસાદ વરસતા જોવાજેવી થઈ હતી.

આજનું વેધર અપડેટ…
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બદલાયેલા વાતાવરણને કારણે દિવસ દરમિયાન મિશ્ર વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો ગગડી શકે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. જ્યારે બીજી બાજુ અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp