અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. તેવામાં બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેવામાં આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દીધી છે. આ દરમિયાન દ.ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ફરીથી ચોમાસુ જામી શકે છે. જોકે ગુરુવારથી જ અમરેલી અને નવસારી સહિત રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને ભારે બફારા બાદ આરામ મળ્યો છે.
ADVERTISEMENT
ગુરુવારે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો
નવસારીઃ જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા પછી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા.
અમરેલીઃ સાંજના સમયે અમરેલી-ધારી ગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. આ દરમિયાન સ્થાનિકો ગરમીથી મોટા પ્રમાણે રાહત મળી જવા પામી હતી.
શુક્રવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
9મી સપ્ટેમ્બરે તાપી,નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 9 મીએ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.
શનિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના
10મી સપ્ટેમ્બરે નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
With Input- Ronak jani and Hiren Raviya
ADVERTISEMENT