Weather: વિરામ બાદ મેઘરાજા ફરી વરસશે, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે બ્રેક લીધો છે. તેવામાં હવે મોનસૂન સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યમાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે બ્રેક લીધો છે. તેવામાં હવે મોનસૂન સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યમાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં દક્ષિણ અને મધ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આગામી 4થી 5 દિવસ મોનસૂન સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડશે. જોકો આગામી 24 કલાકની વાત કરીએ તો હજુ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં ઓછી શક્યતા..
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે મંગળવારે વરસાદ પડવાની સંભાવના નહિવત છે. તેવામાં દિવસ દરમિયાન તાપમાન ન્યૂનતમ 26 અને મહત્તમ 34 સુધી રહી શકે છે. જોકે ત્યારે વાદળછાયુ વાતાવરણ રહેશે.

મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે

  • ખેડા, મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ આજે ખાબકી શકે છે.
  • નવસારી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
  • પોરબંદરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

ગણેશોત્સવ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી
સોમવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હાટકેશ્વર, કાંકરિયા, વટવા, વસ્ત્રાલ જેવા વિસ્તારોઓમાં રહેતા લોકોને બફારાથી રાહત મળી હતી. બીજી બાજુ હવે ગણેશોત્સવ પણ આવી રહ્યો છે તો લોકોને આ વરસાદ વિઘ્ન ન નાખે એની પણ ચિંતા રહેલી છે.

    follow whatsapp