અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના પરિણામે મોટાભાગના જિલ્લાઓમાં સિઝનનો 100 ટકાથી વધુનો વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે આજે રવિવારે પણ નવસારી, તાપી, પંચમહાલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ પડવાની સંભાવના નહિવત છે.
ADVERTISEMENT
આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 4 દિવસની અંદર વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટભાગમાં વરસાદ નોંધાઈ શકે છે. બીજી બાજુ જોવા જઈએ તો નવસારી, વલસાડ અને તાપીમાં સતત 4 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે.
અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ
આજે રવિવારે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. જોકે આજના દિવસમાં વરસાદ પડવાની સંભાવના અહીં નહિવત સમાન છે. નોંધનીય છે કે આગામી 4 દિવસ પણ અમદાવાદમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. વળી નવરાત્રીને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
નવરાત્રીમાં નહી પડે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન ખુબ જ સામાન્ય વરસાદની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરૂણ દેવ અધિકારીક રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. જો કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે તે નવરાત્રી પહેલા નિષ્ક્રિય થઇ જાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત્ત છે. જ્યાં વાદળું ચડે ત્યાં પડે. એટલે કે એક જગ્યાએ વરસાદ હોય પરતુ તેનાથી 200 મીટર આગળ વરસાદ ન પણ હોય તેવા ઝાપટા પડશે. જેથી નવરાત્રીની ઉજવણીમાં કોઇ ખાસ બાધા નહી આવે.
ADVERTISEMENT