Bangalore Water Crisis: ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો કોઈ બેંગલુરુમાં કાર ધોતા, ઝાડને પાણી પીવડાવતા, રોડના કંસ્ટ્રક્શન અને મેન્ટેન્સ કરતી વખતે પાણીનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની કડક કાર્યવાહી કરવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરનારને 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.
ADVERTISEMENT
ઉલ્લંઘન કરનારાઓને ફટકારાશે 5 હજારનો દંડ
વાસ્તવમાં પાણીની અછત હોવા છતાં બેંગલુરુની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણીના દુરુપયોગના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને 5,000 રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી. જોકે, હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે પોતાના આદેશમાં 5 હજાર રૂપિયાના દંડનો ઉલ્લેખ કર્યો છે.
વધુ વાંચો.... દેશના IT હબમાં હાહાકાર: ભીષણ ગરમી પહેલા જ પાણી માટે તરસ્યું બેંગલુરુ, ડોલ લઈને રસ્તા પર ઉતર્યા લોકો
બેંગલુરુમાં જળ સંકટ
તમને જણાવી દઈએ કે હાઈટેક સિટી બેંગલુરુ આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે. 5મી ફેબ્રુઆરીએ અહીં પાણીના ટેન્કરો આવતા-જતા જોવા મળ્યા હતા. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની ભારે તંગી છે. ટેન્કરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. ટેન્કરો મોઢે માંગ્યા પૈસા લઈ રહ્યા છે. છતાં પાણીની તંગી પૂરી થતી નથી.
વધુ વાંચો....BIG Breaking: 12000 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી, PSI ની ભરતી માટે નવા નિયમો, જાણો વિગતવાર
ટેન્કરોનું રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત
વધતા સંકટની વચ્ચે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રાજ્યભરના પાણીના ટેન્કર માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ 7 માર્ચની સમયમર્યાદા સુધીમાં અધિકારીઓની પાસે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેમના જપ્ત કરવામાં આવશે. બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP), બેંગલુરુના મુખ્ય કાર્યાલયમાં, તેમણે કહ્યું કે બેંગલુરુ શહેરમાં કુલ 3,500 પાણીના ટેન્કરોમાંથી માત્ર 10 ટકા એટલે કે 219 ટેન્કરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ADVERTISEMENT