અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર ડો.અમીબેન યાજ્ઞિકે પોતાની પસંદગી મુદ્દે ઘટસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે CM ભૂપેન્દ્ર પટેલની સામે કોંગ્રેસે અમીબેનને ઉતારતા વિવિધ અટકળો વહેતી થઈ હતી. અહેવાલો પ્રમાણે કોંગ્રેસમાં કેટલાક આંતરિક વિવાદો પણ હોવાની અટકળો થઈ હતી. આ મુદ્દે અમીબેને મોટો ઘટસ્ફોટ કર્યો છે.
ADVERTISEMENT
શું અમીબેનનું નામ જાહેર થતા પક્ષમાં નારાજગી હતી?
અમીબેને ગુજરાત તક બેઠકમાં જણાવ્યું કે મારા નામની પસંદગી બાદ ઘણા લોકોની શુભેચ્છા મને મળી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે હું જઈ રહી હતી ત્યારે સ્વેચ્છાએ મેં તામજામ ન કરવાનું જણાવ્યું હતું. જોકે કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ મારી સાથે જોડાયા હતા. તેઓ પોતાની ઈચ્છા મુજબ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે મને શુભેચ્છા પાઠવી અને સાથે જોડાયા હતા. તેમને ઉમેદવારી મળતા નારાજગીની અટકળો પર તેમણે વિરામ મૂકી દીધો હતો. અમીબેને કહ્યું કે મને ઘણા કાર્યકર્તાઓ અને પાર્ટીના નેતાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં પણ આવી હતી.
તામજામ કરી ફોર્મ ભરવું ગૌણ બાબત- અમીબેન
નોંધનીય છે કે અત્યારે ઘણી પાર્ટીઓના ઉમેદવારોએ તામજામ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકે પોતાનું ફોર્મ ભરવામાં ઓછી તામજામ કરી હોવાનું જણાવ્યું છે. તેમના મતે જનતાની સેવા કરવી અને વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા એ એક નેતા માટે સર્વોપરી છે. તામજામ સાથે ફોર્મ ભરવું એ એક ગૌણ બાબત છે એવું અમીબેને જણાવ્યું હતું.
ADVERTISEMENT