અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા સાથે પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે આ ચૂંટણીમાં ભાજપમાં ભારે જુથવાદ જોવા મળ્યો હતો. ભાજપના જ નેતાઓ અપક્ષ મેદાને જોવા મળ્યા તો ક્યાંક નેતાઓ અપક્ષને સાથ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવવાને લઈને અને કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલને સપોર્ટ કરવાનો જસદણ ભાજપના પૂર્વ શહેર પ્રમુખનો ઓડિયો વાઇરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઉપરથી જ પ્રદેશ અને જિલ્લા લેવલે બધા રાજી છે. મીઠી નજર હોય તો જ કહેતો હોય ને?
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જસદણ બેઠક પર જંગની શરૂઆયાત થઈ ચૂકી હતી. ભાજપ અને ભાજપ જ સામ સામે આવ્યું હતું. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા સામ સામે હતા. ત્યારે ભાજપે બાવળિયાને ટિકિટ આપતા ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. જેમાં કુંવરજી બાવળિયાને હરાવવા માટે ભાજપના જ નેતાઓ મેદાને હોય તેમ લાગી રહ્યું છે.
જસદણ ભાજપના પુર્વ શહેર પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીનો ઓડીયો વાયરલ થયો છે. જેમાં તે કહી રહ્યા છે કે પ્રદેશ થી લઈ જિલ્લા સુધી બધાને ભોળાનાથમાં રસ છે. કોઈએ કહ્યું નથી કે ધ્યાન રાખજો. ભરત બોઘરા પણ ઈચ્છે છે કે બાવળિયા હારે.. જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.
ઓલિયો ક્લિપમાં જાણો શું કહ્યું
1- આપડે જય ભોળાનાથ
2- અમે તો તમારી સાથે છીએ હો
1-ભરત ભાઈએ કહ્યું નથી તમને?
2- ભરતભાઈએ તો જેવુ તેવું કહ્યું
1-અમે ખૂલી ને કહીએ તો ખૂલું પડે એટલે ભોળાનાથ કહીએ એટલામાં તમારે સમજી જવાનું, સમજ્યા ખૂલું તો કહેવાય નહીં
2-દેખાતા નથી આમાં શું હાલે કઈ ખબર નથી પડતી
1-મૂળ ભાજપના કાર્યકર્તાઓ ક્યાંય ભાળ્યા હોય તો બતાવો
2- એટલે તો કહું છું
1-જસદણમાં ભાજપના જે મૂળ છે એ ક્યાંય નથી દેખાતા, બાવળિયા સાહેબ સાથે જે આવ્યા છે તે જતાં હોય છે. શાંતિ થી કારખાને બેસી અને ઘરે જવાનું. અને બેઠા બેઠા ભોળાનાથની જય કરીએ, મગજમાં બેઠું ને?
2-હા બેઠું
1- હા બસ , અમે કોઈને કહેતા જ નથી. કોઈ ફોન કરી પૂછે તો કહીએ જે સારું લાગે એ
2-અમે તો તમારા હિસાબે જ ભાજપમાં હતા. પહેલા તો કોંગ્રેસમાં જ હતા
1-આ વખતે 80 થી 90 ટકા ભાજપ વાળા જય ભોળાનાથ બોલાવે છે. આપડે શાંતિથી બેઠા છીએ. ભોળાનાથ માં વાંધો શું છે. ભગવાનનું નામ છે.
2-પક્ષ લેવલે કહેશે નહીં કાઇ?
1-ના ના.. ઉપર પ્રદેશ અને જિલ્લામાંથી બધા જ રાજી છે. કોઈ એ અત્યાર સુધીમાં નથી કીધું કે જો જો આ સીટનું, નહિતર કઈ કહે ને, કોઈને આમાં રસ નથી જય ભોળાનાથ
2-બોઘરા સાહેબને કેમ ચાલે છે?
1-બધાનું ભોળાનાથ જ હોય ખૂલું થોડું હોય. ખૂલું થોડું કહી શકાય, એની મીઠી નજર હોય તો જ કહેતો હોય ને નહિતર થોડો કહું. હેડ ઓફિસની રજા હોય તો જ કહેતા હોય, જસદણ તાલુકો અને જસદણ ગામ માં 70 થી 80 ટકા ભોળાનાથ છે.
2022માં આ ઉમેદવારો છે મેદાને
ભાજપ – કુંવરજી બાવળીયા
કોંગ્રેસ- ભોળાભાઈ ગોહેલ
આપ- તેજસ ગાજીપરા
અપક્ષ- શામજી ડાંગર
અપક્ષ- રામબેન ગોરાસ્વા
અપક્ષ- દેવરાજ મકવાણા
ADVERTISEMENT