સુરેન્દ્રનગરમાં પોલસી અધિકારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ, 3400થી વધુ જવાનો મત આપશે

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા સુરેન્દ્રનગર ખાતે વિધાનસભા બેઠકો પર પોલીસ અધિકારીઓ અને પોલીસ…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા સુરેન્દ્રનગર ખાતે વિધાનસભા બેઠકો પર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરી દેવાયું છે. અહીં આજથી 2 દિવસ સુધી મતદાન શરૂ કરી દેવાયું છે, જેથી હોમગાર્ડ સહિતના જવાનો પણ મતદાનથી વંચિત ન રહી જાય એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓ માટે મતદાન શરૂ
સુરેન્દ્રનગરની વિધાનસભા બેઠકો માટે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલી ચૂંટણીમાં ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો માટે આજથી 2 દિવસ મતદાન શરૂ કરી દેવાયું છે. આ તમામ લોકો મતદાનથી વંચિત ન રહી જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

3400થી વધુ પોલીસ કર્મચારીઓ મતદાન કરશે
આ તમામ વિધાનસભા બેઠકમાં અંદાજે 3400થી વધુ પોલીસ કર્મચારીઓ 2 દિવસમાં મતદાન કરશે. જેમાં હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત પોલીસ અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

With Inputs: Sajid Belim

    follow whatsapp