મતદારોએ લોકશાહીનો પર્વ ધામધૂમથી ઉજવ્યો, ઢોલ-નગાડા સાથે મતદાન કરવા પહોંચ્યા

સુરેન્દ્રનગર/અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર/અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં મતદાતાઓ સાફો બાંધી ઢોલ નગાડા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આ પ્રમાણે લોકશાહીના પર્વની ઉજવણીનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ચલો આ બંને કિસ્સા પર નજર કરીએ…

સુરેન્દ્રનગરની એક સોસાયટીના લોકો એકસાથે પહોંચ્યા મતદાન કરવા..
મતદાન કરવા માટે સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાંથી એક સાથે સોસાયટીના તમામ મતદારો સાફા બાંધીને ઢોલ નગાડાના તાલમાં ઝૂમતા ઝૂમતા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આની સાથે તેઓ મતદાનના આ તહેવારને જોરશોરથી ઉજવી રહ્યા છે.

અમરેલીમાં ભાજપ ઉપાધ્યક્ષે પણ લોકશાહી પર્વની ઉજવણી કરી
અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા 50 વ્યક્તિઓના સહપરિવાર સાથે ઢોલ લઈને મતદાન મથકે પહોચ્યા હતા. લગ્ન પ્રસંગ હોય તે રીતે સાફા બાંધીને શાહીઠાઠમાં પાનસુરીયા પરિવારના સદસ્યો મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ઢોલી પર સુરેશ પાનસુરીયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આની સાથે સુરેશ પાનસુરિયાએ લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવવા સૂચના આપી હતી.

With Input: Sajid belim, Hiren raviya

    follow whatsapp