અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં નેતાઓ છેલ્લી ઘડી સુધી મતદારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે. જ્યારે આ મતદાન પહેલા દેવગઢ બારિયા વિધાનસભાના ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર બસમાં મુસાફરોનું ભાડું ચૂકવવાનું કહેતા જોવા મળે છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન આવતી કાલે થશે. આ દરમિયાન બીજા તબક્કાના મતદાન પહેલા દેવગઢ બારિયા વિધાનસભાના ભાજપ ના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં બસ માં બેઠેલ મુસાફરો ને ભાડું કોઈ એ આપવાનું નથી બધાનું, ભાડું હું આપી દઉં છું. પરમ દિવસે બધા વોટ નાખી આપજો. તેમ કહેતા ભાજપના ઉમેદવાર જોવા મળ્યા હતા.
દેવગઢ બારિયા વિધાનસભાના ભાજપના બચુભાઈ ખાબડનો મતદારને લાલચ આપતો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયોની ગુજરાત તક કોઈ પુષ્ટિ નથી કરતું.
અંતિમ તબક્કામાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના 14 જિલ્લાઓમાં મતદાન થશે. જેમાં બનાસકાંઠા (09), પાટણ (04), મહેસાણા (07), સાબરકાંઠા (04), અરવલ્લી (03), ગાંધીનગર (05), અમદાવાદ (21), આણંદ (07), ખેડા (06), મહિસાગર (03) ) પંચમહાલ (05), દાહોદ (06), વડોદરા (10) અને છોટાઉદેપુર (03) બેઠકો માટે મતદાન થશે.
વિથ ઈનપુટ: શાર્દૂલ ગજ્જર, દાહોદ
ADVERTISEMENT