શેર બજારે પડાવી બૂમ: Vodafone-Idea ના શેરમાં 9 ટકાથી વધુનો કડાકો, જાણો રોકાણકારોએ હવે શું કરવું

Vodafone Idea Share Price : વોડાફોન આઈડિયાના શેરોએ આજે ​​રોકાણકારોને નિરાશ કર્યા છે.

Vodafone Idea Share Price

Vodafone-Idea ના શેરે રોકાણકારોનું વધાર્યું ટેન્શન

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વોડાફોન આઈડિયાના શેરોએ આજે ​​રોકાણકારોને નિરાશ કર્યા

point

ટ્રેડિંગમાં વોડાફોન-આઈડિયાના શેર 9 ટકાથી વધુ તૂટ્યો

point

શેર 1.45 રૂપિયા ઘટીને 14.40 રૂપિયા પર પહોંચી ગયો

Vodafone Idea Share Price : વોડાફોન આઈડિયાના શેરોએ આજે ​​રોકાણકારોને નિરાશ કર્યા છે. ટેલિકોમ ઓપરેટરના બોર્ડ તરફથી ઈક્વિટી અને  ડેટના માધ્યમ (Through equity and debt)થી ₹45,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી અપાયા બાદ બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં વોડાફોન-આઈડિયાનો શેર 9 ટકાથી વધુ તૂટ્યો. સવારે 10.48 વાગ્યે કંપનીનો શેર 9.15 ટકા એટલે કે 1.45 રૂપિયા ઘટીને 14.40 રૂપિયા પર પહોંચી ગયો. 

16.02 રૂપિયા પર પહોંચ્યા બાદ અચાનનક ધડામ

વોડાફોન-આઈડિયા કંપનીનો શેર આજે 15.50 રૂપિયા પર ખૂલ્યો હતો, જે ટ્રેડિંગ દરમિયાન તરત જ રૂ.16.05 પર પહોંચી ગયો હતો. પછી શેરની કિંમતમાં અચાનક ઘટાડો થયો. તમને જણાવી દઈએ કે ફંડ એકત્ર કરવા અંગે વોડાફોન-આઈડિયાએ કહ્યું કે તે ઈક્વિટી અથવા ઈક્વિટી-લિંક્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાંથી ₹20,000 કરોડ અને બાકીના પૈસા લોન દ્વારા એકત્ર કરશે. પ્રસ્તાવિત ઈક્વિટી વધારામાં કંપનીના પ્રમોટરો પણ ભાગ લેશે. કંપની 2 એપ્રિલે તેના શેરધારકોની મીટિંગ બોલાવશે અને શેરધારકોની મંજૂરી બાદ તેને આગામી ક્વાર્ટરમાં ઇક્વિટી ફંડ એકત્ર થવાની આશા છે.

વધુ વાંચો... Paytm Share: RBI ના એક્શનનું જોરદાર રીએક્શન! Paytm ના શેર ખુલતાની સાથે જ ગગડ્યા, જાણો શું છે મામલો?

નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે કંપની

ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા (Vodafone Idea) હાલમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ તેના પર લગભગ રૂ. 2.1 લાખ કરોડનું જંગી દેવું છે અને ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે તે ત્રિમાસિક નુકસાનનો પણ સામનો કરી રહી છે. ટેલિકોમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇક્વિટી અને/અથવા ઇક્વિટી-લિંક્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સના મિશ્રણ દ્વારા રૂ. 20,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ માટે મેનેજમેન્ટને બેંકર્સ અને સલાહકારોની નિમણૂક કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો....Stock Market: રોકાણકારોને મોજ...શેર બજારમાં શનિવારે રજાના દિવસે પણ થશે ટ્રેડિંગ, નોંધી લો આ તારીખ


કંપનીની બેંક લોન 4500 કરોડ રૂપિયાથી ઓછી 

વોડાફોન આઈડિયાએ કહ્યું કે તેનું બેંક દેવું હાલમાં 4,500 કરોડ રૂપિયાથી ઓછું છે. નિવેદન અનુસાર, ઇક્વિટી અને ડેટ ફંડ્સ એકત્ર કર્યા પછી કંપની 4G કવરેજ, 5G નેટવર્ક શરૂઆત અને ક્ષમતા વિસ્તરણ માટે રોકાણ કરવામાં સક્ષમ હશે. આનાથી કંપની તેની સ્પર્ધાત્મક સ્થિતિમાં સુધારો કરી શકશે. વોડાફોન આઈડિયાએ જણાવ્યું હતું કે મર્યાદિત રોકાણ સાથે પણ પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળ્યો છે. 

    follow whatsapp