નવી દિલ્હીઃ કાંગારુઓ સામેની WTC Final માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ આઉટ થયા પછી જે કર્યું તેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર ફરવા લાગ્યા અને કોહલીને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. વિરાટ કોહલી આઉટ થયો અને બીજી જ મીનિટે તેને જાણે ધીરજ ન હતી તેમ લોકો તેની હરકત જોઈને નારાજ થયા છે. ક્રિકેટ જગતના ફેન્સ ક્રિકેટ માટે કેટલા હદે ક્રેઝી છે તેની જાણકારી આપણને સહુને છે. આ લોકો માટે ક્રિકેટ એક બીજો જાણે ભગવાન હોય તેવી સ્થિતિ છે. ત્યારે કોહલીની આ હરકત લોકો સહન કરી રહ્યા નથી અને ખુલીને તેની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
વિકેટ ગુમાવ્યાનો જરા પણ અફસોસ નહીં?
બન્યુ એવું છે કે મહત્વની મેચ દરમિયાન પોતાની વિકેટ ગયાના બીજી જ મિનિટે વિરાટ કોહલી પ્લેટમાં નાસ્તો કરતો જોવા મળ્યો હતો. તે જે રીતે નાસ્તા પર તૂટી પડ્યો હતો તે જોઈને કોઈને પણ લાગે નહીં કે તેને વિકેટ ગુમાવ્યાનો જરા પણ અફસોસ હોય. તેના ચહેરા પર વિકેટ ગયાથી ટીમને શું નુકસાન થયું છે તેની ચિંતાની એક રેખા વંચાતી ન્હોતી બસ જાણે તેના માટે ભોજન લીધાની તૃપ્તી જોવા મળી હતી. આ કારણે લોકો ઘણા ગુસ્સે થઈ ગયા છે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મોટા-મોટા વહીવટો કરીને ટિકિટ આપી? પૂર્વ ધારાસભ્યએ કર્યો મોટો ખુલાસો
વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલનો પ્રશ્ન હતો અને તેવામાં વિરાટ કોહલીની આ હરકતે લોકોને તેના પર લાલઘૂમ કરી નાખ્યા છે. લોકોએ સોશ્યલ મીડિયા પર અઢળક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT