3 વર્ષના વિરાટ સદીના દુષ્કાળનો અંત આવ્યો, કોહલીએ 1020 દિવસના લાંબા અંતરાળ પછી સેન્ચુરી ફટકારી

UAE: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયા કપ 2022ની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી દીધી છે. નોંધનીય છે કે કોહલીએ 83 ઈનિંગ, 3…

gujarattak
follow google news

UAE: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયા કપ 2022ની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી દીધી છે. નોંધનીય છે કે કોહલીએ 83 ઈનિંગ, 3 વર્ષના લાંબા અંતરાળ પછી સેન્ચુરી ફટકારી હતી. આની પહેલા નવેમ્બર 2019માં વિરાટ કોહલીએ છેલ્લી સદી બાંગ્લાદેશ વિરૂદ્ધ ફટકારી હતી. હવે દિવસોની વાત કરીએ તો વિરાટ કોહલીએ લગભગ 1020 દિવસના લાંબા વિરામ પછી સદી ફટકારીને આ દુષ્કાળનો અંત લાવી દીધો છે.

2019 પછી કિંગ કોહલીની સદી
વિરાટ કોહલીની સદીનો દુષ્કાળ હવે પૂરો થવા જઈ રહ્યો છે. કોહલીએ પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દીની 71મી સદી ફટકારીને આ દુષ્કાળ પૂરો કરી દીધો છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાન વિરૂદ્ધ કોહલીએ 53 બોલમાં જ સદી પૂરી કરી લીધી હતી. એટલુ જ નહીં વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને પોતાની આ સદીનો દુષ્કાળ પૂરો કર્યો હતો. નોંધનીય છે કે વિરાટે 61 બોલમાં 122 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ કુલ 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અગાઉ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ કોલકાતા ટેસ્ટમાં 23 નવેમ્બર 2019ના દિવસે પોતાની કારકિર્દીની 70મી સદી ફટકારી હતી.

કોહલીએ રોહિતને ઓવરટેક કર્યો
વિરાટ કોહલી હવે ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં બેસ્ટ સ્કોર નોંધાવનારો ખેલાડી બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને ઓવરટેક કરી લીધો છે.

ભારત માટે સર્વાધિક ટી-20 સ્કોર
122* વિરાટ કોહલી VS અફઘાનિસ્તાન, 2022
118 રોહિત શર્મા VS શ્રીલંકા, 2017
117 સૂર્યકુમાર યાદવ VS ઇંગ્લેન્ડ, 2022
111* રોહિત શર્મા VS વેસ્ટ ઈન્ડિઝ, 2018
110* કે.એલ.રાહુલ VS વેસ્ટ ઈન્ડિઝ, 2016

કોહલીએ હવે પોન્ટિંગની બરાબરી કરી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી
નં-1. સચિન તેંડુલકર, 100 સદી (782 ઈનિંગ)
નં-2. વિરાટ કોહલી, 71 સદી (522 ઈનિંગ)
નં-3. રિકી પોન્ટિંગ, 71 સદી (668 ઈનિંગ)
નં-4. કુમાર સંગાકારા, 63 સદી (666 ઈનિંગ)
નં-5. જેક કાલિસ, 62 સદી (617 ઈનિંગ)

    follow whatsapp