લખનૌ: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીનો ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે ઝઘડો થયો હતો. મેચ દરમિયાન કોહલી અને નવીન વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. મેચ પછી પણ આ ચાલુ રહી અને બાદમાં ગંભીર પણ તેમાં કૂદી પડ્યો. આ મામલે BCCIએ એક્શન લેતા કોહલી અને ગંભીરને મેચ ફીના 100 ટકા દંડ કર્યો છે. જ્યારે નવીન ઉલ હકને મેચ ફીના 50 ટકા દંડ કર્યો છે. હવે મેચ બાદ RCBના ડ્રેસિંગ રૂમમાંથી કોહલીનો એક વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી ઈશારામાં ગૌતમ ગંભીરને જવાબ આપી રહ્યો છે.
ADVERTISEMENT
RCBએ વિરાટ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં આ ખેલાડી કહેતો જોવા મળી રહ્યો છે કે, તમે જે આપશો તે તમને મળશે. નહીંતર તે કરશો નહીં. તે સ્પષ્ટ છે કે વિરાટ કોહલી ગૌતમ ગંભીરનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેણે આ જ સિઝનમાં RCB સામેની મેચ જીત્યા બાદ આક્રમક રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી કરી હતી અને દર્શકો સામે ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો. અને આ પછી, જ્યારે વિરાટ કોહલીએ ગઈકાલે મેચમાં RCBએ લખનૌને હરાવ્યું ત્યારે વિરાટ કોહલીએ પણ આક્રમક વલણ બતાવ્યું હતું.
વિરાટ કોહલીએ કહ્યું- આ જીત મહત્વપૂર્ણ છે
વિરાટ કોહલીએ લખનૌ સામેની જીતને ખૂબ મહત્વની ગણાવી હતી. તેણે કહ્યું કે, આ મેચ આરસીબી માટે મહત્વની હતી. આરસીબી માટે આ જીત ઘણા કારણોસર મહત્વપૂર્ણ હતી. વિરાટના મતે ઓછા રન કરીને જીત મેળવવી સૌથી આનંદદાયક બાબત હતી. વિરાટ કોહલી પણ ખુશ હતો કે તેને LSGના હોમ ગ્રાઉન્ડમાં વધુ સપોર્ટ મળ્યો.
આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી: વિરાટ કોહલી
બીજી તરફ કોહલીએ આજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મહત્વની વાત લખી છે. વિરાટ કોહલીએ લખ્યું- આપણે જે પણ સાંભળીએ છીએ તે એક અભિપ્રાય છે, આપણે જે જોઈએ છીએ તે દૃષ્ટિકોણ છે, તે સત્ય નથી. હવે વિરાટ અહીં કોની તરફ ઈશારો કરી રહ્યો છે તે સ્પષ્ટ નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વિરાટ કોહલી માને છે કે શરૂઆત ગૌતમ ગંભીરે કરી હતી અને તેણે જ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT