મુંબઈઃ તસવીર જોઈને કદાચ આપને યાદ આવી જ ગયું હશે કે અમે અહીં કઈ બબાલની વાત કરી રહ્યા છીએ. છતાં આપણે તે અંગે જાણીએ. આઈપીએલ 2023ની 43મી મેચ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને લખનઉ સુપરજાયંટ્સ (એલએસજી) વચ્ચે થઈ હતી. લખનઉના હોમ ગ્રાઉન્ડ ઈકાના સ્ટેડિયમમાં મેચ થઈ હતી જે લો સ્કોરિંગ મેચ રહી હતી. આરસીબીએ લખનઉને 18 રનથી હરાવી દીધું પરંતુ મેચથી વધારે ચર્ચા કોહલી અને ગંભીર (Virat Kohli Gautam Gambhir) વચ્ચેના ઝઘડાની થઈ રહી છે. બંને પર આઈપીએલ કોડ ઓફ કંડક્ટ તોડવાને લઈને 100 ટકા મેચ ફીનો દંડ પણ લગાવાયો છે. પરંતુ આવું પહેલી વખત નથી કે જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દીક બબાલ થઈ હોય. કહાની આજથી લગભગ દાયકા પહેલા શરૂ થઈ હતી.
ADVERTISEMENT
વર્ષ 2013, આઈપીએલની છઠ્ઠી સીઝનની 12મી મેચ હતી. બેંગલોરનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ હતું. ત્યારે આરસીબી અને કેકેઆરની મેચ હતી. આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી લક્ષ્મીપતિ બાલાજીને 35 રનથી આઉટ કરે છે. જ્યારે વિરાટ આઉટ થયો હતો ત્યારે આરસીબીને જીત માટે 11 ઓવરમાં 80 રન બનાવવાના હતા. સ્પષ્ટ હતું કે વિરાટના આઉટ થવાથી નિરશ હતો જેમ અન્ય બેટ્સમેન હોય છે.
ડમીકાંડમાં બગદાણાના પોલીસ કોન્સ્ટેબલનું પણ નામ આવ્યું, 18 દિવસથી પોલીસ શોધી શકી નથી
વિરાટના આઉટ થયા પછી ડગ-આઉટની તરફ જઈ રહ્યો હતો. ત્યારે કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીરે કાંઈક કમેન્ટ પાસ કરી. વિરાટ પાછો જવા લાગ્યો. આ જોઈ કેકેઆરના કેટલાક ખેલાડી અને એમ્પાયરે શાબ્દીક બબાલ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ વિરાટ ડગ-આઉટ સુધી જતા જતા ગુસ્સામાં જ જોવા મળ્યો હતો. મેચમાં થયેલી બબાલ અંગે ગંભીરે ન્યૂઝ વેબસાઈટ લલ્લનટોપ સાથે વાત કરી હતી. જે અહીં દર્શાવી રહ્યા છીએ.
ગૌતમ ગંભીરે શું કહ્યું…
ગૌતમ ગંભીરે કહ્યું કે, “જ્યારે તમે નેતૃત્વ કરો છો, ત્યારે તમે તમારા સાથી ખેલાડીઓ માટે ઊભા રહો છો. એક લીડર તરીકે તમારા સાથી ખેલાડીઓ માટે ઊભા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને તેના માટે કોઈ અફસોસ નથી.” ગૌતમે આગળ કહ્યું કે તે ઘટના પછી તેણે વિરાટ સાથે વાત કરી, એવું નથી કે કોઈ અંગત વાત થઈ હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે જો આજે પણ આવું કંઈક થશે તો તેઓ પણ આ જ સ્ટેન્ડ લેશે. મેચમાં બનેલી ઘટનાનું વર્ણન કરતાં ગંભીરે કહ્યું હતું કે, “જ્યારે અમે બેટિંગ કરતા હતા, ત્યારે તેની બાજુથી પણ ઘણો શાબ્દિક દુર્વ્યવહાર થતો હતો. જો તમારી પાસે આપવાની હિંમત હોય, તો તમારામાં સ્લેજ લેવાની પણ હિંમત હોવી જોઈએ. જો હું કોઈને સ્લેજિંગ કરું છું, તો મારે સ્લેજ લેવાની હિંમત હોવી જોઈએ. જો તમારે હાર્ડ ક્રિકેટ રમવું હોય, જો તમારે સ્લેજિંગ કરવું હોય તો તે એકદમ સારું છે. મેં માત્ર વિરાટ સાથે સ્લેજ નથી કર્યું. ઘણા લોકો સાથે થયું છે. ગૌતમે કહ્યું હતું કે જ્યાં સુધી તે વ્યક્તિગત નથી ત્યાં સુધી તે સંપૂર્ણ રીતે ઠીક છે.
ગંભીરે શ્રીલંકાની મેચની પણ કરી વાત
ગંભીરે કહ્યું કે, “ગ્રાઉન્ડની બહાર કોઈ સમસ્યા નથી. તમે મેદાન પર હાર્ડ ક્રિકેટ રમો, જીતવાનો પ્રયાસ કરો. તે પછી બધું સામાન્ય થઈ જાય છે. કદાચ તેઓ એમેચ્યોર છે જે ગ્રાઉન્ડની બહાર આવી વસ્તુઓ લઈ આવે છે.” ગૌતમ ગંભીરે શ્રીલંકા સાથેની મેચ વિશે પણ વાત કરી હતી. આ મેચમાં ગંભીરે તેની મેન ઓફ ધ મેચની ટ્રોફી વિરાટ કોહલીને આપી હતી. ગંભીરે કહ્યું, “પ્રથમ આંતરરાષ્ટ્રીય સદીનો અર્થ કોઈપણ ખેલાડી માટે ઘણો મહત્વનો હોય છે. મેં તે મેચમાં પણ 150 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. તેની પ્રથમ સદી કોઈપણ ખેલાડી માટે ખૂબ જ યાદગાર હોય છે. એટલા માટે મેં તેને મારી ટ્રોફી આપી. કારણ કે હું હંમેશા આવું જ વિચારતો હતો અને આજે પણ.
મેદાન પર ઝઘડા બાદ કોહલીએ ડ્રેસિંગ રૂમથી ગૌતમ ગંભીરને જવાબ આપ્યો! RCBએ પોસ્ટ કર્યો વીડિયો
ગંભીર-કોહલી વિવાદ 2023
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) vs લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) મેચ બાદ ગંભીર અને કોહલી વચ્ચે અથડામણ થઈ હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી દર વખતની જેમ ઉત્સાહિત જોવા મળ્યો હતો. મેક્સવેલના બોલ પર કૃણાલ પંડ્યાનો કેચ પકડ્યા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. તેણે ટોળા તરફ ફરીને પોતાની પ્રતિક્રિયા આપી.
પણ ગંભીરનો ગુસ્સો શાંત ન થયો
વાસ્તવમાં, બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ RCBના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌની ટીમે છેલ્લા બોલ પર બેંગ્લોરને હરાવ્યું હતું. જે બાદ ગંભીરે ચિન્નાસ્વામીની ભીડને શાંત રહેવાનો સંકેત આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે કૃણાલનો કેચ પકડ્યા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા ગંભીરને આપેલો જવાબ હતો. જે બાદ બંનેની મેચ પૂરી થતા જ ટક્કર થઈ ગઈ હતી. આ પહેલા વિરાટ કોહલીએ અફઘાન ખેલાડી નવીન ઉલ હક સાથે ઝઘડો કર્યો હતો. મેચ દરમિયાન વિરાટ અને અમિત મિશ્રા વચ્ચે થયેલી બોલાચાલીની પણ ખૂબ ચર્ચા થઈ હતી. મેચ બાદ કોહલી જ્યારે ગંભીર સાથે વાત કરવા ગયો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફાઈટનો વીડિયો જોઈને ખબર પડે છે કે કોહલી એલએસજી પ્લેયર કાઈલ મેયર્સ સાથે કંઈક ચર્ચા કરી રહ્યો હતો. જે બાદ ગંભીર પાછળથી આવે છે અને મેયર્સને ખેંચીને દૂર લઈ જાય છે. આ પછી નવીન-ઉલ-હક ગુસ્સામાં દેખાય છે. બીજી જ ક્ષણે ગૌતમ ગંભીર ગુસ્સે થઈ જાય છે. કેએલ રાહુલ તેને ખેંચીને એક બાજુ લઈ જાય છે. પરંતુ ગંભીરનો ગુસ્સો શમતો નથી. આગળ આવતા તે વિરાટ પાસે પહોંચે છે. જે બાદ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.
બબાલ પછી સોશ્યલ મીડિયા પર તેને લગતી ઘણી પોસ્ટ ફરતી થવા લાગી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT