Viral Video News: લગ્ન પ્રસંગોમાં ઘણીવાર લડાઈ ઝઘડા થતાં હોવાના સમાચાર સામે આવતા રહે છે. લગ્ન પ્રસંગમાં જમવાને લઈને પણ અગાઉ ઘણીવાર વિવાદ સર્જાઈ ચૂક્યા છે. આ વખતે પણ લગ્નમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો. આ વખતે તો લગ્નમાં જમવાની પ્લેટ માટે બબાલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે લખનઉમાં લગ્ન પ્રસંગમાં જમવાની પ્લેટ ઘટતા જાનૈયાઓ ભડક્યા હતા. મામલો એટલો વધી ગયો કે વર અને કન્યા પક્ષના લોકો સામ સામે આવી ગયા અને એકબીજા પર ખુરશી ફેંકીને મારામારી કરવા લાગ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
મારામારીનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લગ્નમાં કેટલાક લોકો મારામારી કરી રહ્યા છે. લોકો ખુરશી એકબીજા પર ફેંકી રહ્યા છે. તો કેટલાક લોકો ત્યાંથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે.
જમવાની પ્લેટ ઘટતા જાનૈયાઓ લાલઘુમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પ્રસંગમાં જમવાની પ્લેટ ઘટી હતી. જેના કારણે જાનૈયાઓ નારાજ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક લોકો આવા મહેમાનો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
વીડિયોમાં લોકોની આવી રહી છે પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેના પર લોકો પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું કે આવા મહેમાનોને લગ્નમાં બોલાવવા જ ન જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, આવા લોકોને જ બધાએ મળીને ભગાવવા જોઈએ.
ADVERTISEMENT