કામિની આચાર્ય/મહેસાણા: ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને ACBએ બુધવારે મોડી રાત્રે અટકાયત કરી હતી. આજે તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા વિપુલ ચૌધરીના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા કોર્ટે હવે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
કોર્ટની બહાર મોટી સંખ્યામાં વિપુલ ચૌધરીના સમર્થકો એકઠા થયા
વર્ષ 2020માં દૂધસાગર ડેરીનો સ્પેશ્યલ ઓડિટ કરાયો હતો. આ ઓડિટમાં જાણકારી સામે આવી હતી તેને રજીસ્ટ્રાર વિભાગને મોકલવામાં આવી હતી. તેના આધારે જ તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીને તેની તપાસ સોંપવામાં આવી હતી અને તેના પ્રાથમિક અહેવાલમાં બેંક એકાઉન્ટ દસ્તાવેજમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ACBએ કેસ નોંધ્યો હતો. આ મામલે આજે તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં વિપુલ ચૌધરીના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા. એવામાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછલા બારણેથી વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રૂ.700 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
કોર્ટની બહાર ઉભા રહેલા વિપુલ ચૌધરીના સમર્થકોએ તેમને ઝડપથી આ કેસમાંથી બહાર નીકળવામાં આવે અને જો બહાર નીકળવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિપુલ ચૌધરીએ 2008થી 2012 વચ્ચે અલગ-અલગ સહકારી મંડળીને લઈને લગભગ 700 કરોડથી વધુ મિલ્ક કૂલર ખરીદ્યા હતા. આ મિલ્ક કૂલરની ખરીદીમાં 80 ટકા સરકાર સબસિડી આપે છે અને કૃ઼ષિ વિભાગ દ્વારા યોજના કાઢવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં વિપુલ ચૌધરીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા હતા.
ADVERTISEMENT