ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રાજકીય પક્ષોને ધૂળ ચાટતા કરી દીધા છે. એક બાદ એક ભાજપ રેકોડ તોડતું ગયું છે. હવે ભાજપે મુખ્યમંત્રી માટેની પસંદગઈ કરી દીધી છે. ત્યારે બીજી તરફ હવે મંત્રી મંડળની રચના માટે દોડધામ ચાલી રહી છે. આ દરમિયાન આજે પૂર્વ મંત્રી વિનુ મોરડીયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે, મને એમ હતું કે તે ફક્ત ખોટું બોલે જ છે પરંતુ લખે છે પણ ખોટું એ લખે પણ છે એ નહોતી ખબર.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે લેખિતમાં કહ્યું હતું કે, કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલીયા જીતી રહ્યા છે. આ મામલે વિનુ મોરડીયાએ કહ્યું કે, મને એમ હતું કે તે ફક્ત ખોટું બોલે જ છે પરંતુ લખે છે પણ ખોટું એ લખે પણ છે એ નહોતી ખબર. હવે ખબર પડી કે લખવાનું પણ એમનું જૂઠું હોય છે એ કતારગામમાં સાબિત થયું છે. કતારગામના લોકો સ્વાભિમાની છે મફતનું લેતા નથી. કતારગામના લોકોની દેશ માટે સમર્પણની ભાવના હોય છે. આ પરિણામ પરથી સાબિત થઈ ગયું છે.
મંત્રી પદને લઈ નિવેદન આપતા કહ્યું કે મંત્રી પદ માટે હું વિચારતો નથી. લોકોએ સેવ કરવાની જે તક આપી છે એના માટે તેમનો આભારી છું. મારુ લક્ષ કતારગામ વિધાનસભાના લોકોની સેવ કરવાનું છે. પાટીલ ની પેજ સમિતિએ મહત્વની સાબિત થઈ છે. પાટીલની પેજ સમિતિ જીતનો ભાગ છે.
ADVERTISEMENT