અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે બાયડના ચેહવાના મુવાડા ગામે ગ્રામજનો ભારે ગુસ્સે ભરાયા છે. વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટી તૈયાર થઈ ચૂકી છે ત્યારે હવે મુવાડા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. જેનાથી તેઓ નારાજ છે અને આ ચૂંટણી મતદાન નહીં કરે એવી ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
રોડ નહીં તો મત નહીં…
ગ્રામજનોએ સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી છે કે જો અમારા વિસ્તારમાં રોડ નહીં બને તો આ વિધાનસભા ચૂંટણીમાં મત પણ નહીં આપવામાં આવે. મુવાડાના ગ્રામજનોમાં અત્યારે ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો અહીં રસ્તો બનાવવાની માગ કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.
આઝાદીના 75 વર્ષ પછી પણ વંચિત..
ચૂંટણી બહિષ્કારના નિર્ણય પાછળનું કારણ ગ્રામજનોએ જણાવ્યું છે. અહેવાલો પ્રમાણે આઝાદીના 75 વર્ષ પછી પણ બાયડનાં મુવાડા ગામે હજુ સુધી રસ્તાઓ બન્યા નથી. જેના કારણે ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણોસર લોકોએ ચૂંટણીમાં મત નહીં આપવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT