ચૂંટણી લડવા અંગે વિજય સુવાળાએ આપ્યું મોટું નિવેદન, જીત માટેનું જાહેર કર્યું સમીકરણ

હિતેશ સુતરીયા,અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. વિધાનસભા બેઠક લડવા માટે અનેક નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા…

vijay suvala

vijay suvala

follow google news

હિતેશ સુતરીયા,અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ લોબિંગ કરી રહ્યા છે. વિધાનસભા બેઠક લડવા માટે અનેક નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. મતવિસ્તારમાં જવા લાગ્યા છે અને ટિકિટ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.

મારી ચાહના મતમાં કન્વર્ટ થશે 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ટિકિટ માટે ખેચતાણ શરૂ થઈ ચૂકી છે ત્યારે ભુવાજી અને લોક ગાયક વિજય સુવાળાએ પણ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા કહ્યું કે, જો પાર્ટી ટીકીટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. લોકો ભાજપને પણ પ્રેમ કરે છે, ભાજપ , તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે. સાથે મારી ચાહના આ બંને પાસા મળશે અને લોકો મારી ચાહના મતમાં કન્વર્ટ કરી આપશે.

વિજય સુવાળા બાયડ ખાતે નવરાત્રી કાર્યક્રમ બાદ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.આ સાથે કહ્યું કે પાર્ટી જ્યાંથી ટીકીટ આપે ત્યાં થી ચૂંટણી લડીશ.આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે. જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી માંથી આવેલ વિજય સુવાળાને ભાજપ ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી વિજય સુવાળા ઉમેદવાર બનશે.

    follow whatsapp