અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે. આજે રાજ્યમાં અરવિંદ કેજરીવાલના હિન્દુ વિરોધી પોસ્ટર લાગ્યા છે. અને આ સાથે જ રાજ્યમાં ધર્મ આધારિત રાજનીતિની એન્ટ્રી થઈ છે. આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, હિન્દુ હિત વિરુદ્ધ આ ગુજરાતમાં કોઈ વાત ચલાવશે નહીં. આમ આદમી પાર્ટીના ગુજરાત ચીથરા કાઢશે
ADVERTISEMENT
સત્તા લાલચુ પાર્ટી છે
ગુજરાતની ચૂંટણી નજીક આવી છે ત્યારે ગુજરાતમાં પોસ્ટર વોર છેડાઈ રહ્યું છે. આ મામલે વિજય રૂપાણીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે. તે ખુલ્લુ પડી ગયું છે.
2/3 બહુમતીથી બનાવીશું સરકાર
રૂપાણીએ આમ આદમી પર પ્રહાર કરતાં કહ્યું કે,આજે ભારતમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિન્દુ સમાજ જાણી ગયો છે. ગુજરાતનો હિન્દુ આ મામલે સ્ટ્રોંગ છે. આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણી માં આપશે. હિન્દુ સમાજ વિરૃદ્ધ, હિન્દુ હિત વિરુદ્ધ આ ગુજરાતમાં કોઈ વાત ચલાવશે નહીં. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું 7 મી વાર સરકાર બનાવીશું.
ADVERTISEMENT