રાજકોટઃ ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે સામે આવતો રહે છે. આ અંગે ઘણા વિવાદો પણ સર્જાયા છે. જેમાં રાજકોટ શહેરમાં ઢોર પકડવા આવેલા કર્મચારીઓ સાથે કેટલાક શખસોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો એટલો બધો હાથમાંથી સરકી ગયો હતો કે વિજિલન્સની ટીમે વચ્ચે પડવું પડ્યું હતું. અગાઉ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઘણીવાર રખડતા ઢોરનાં કારણે અકસ્માતો સર્જાતા આવ્યા છે. આ દરમિયાન તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.
ADVERTISEMENT
ઢોર પકડવા મુદ્દે માથાકુટ
ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. ત્યારે કામગીરી દરમિયાન કેટલાક શખસોએ વચ્ચે વિઘ્ન નાખ્યું હતું. કણકોટમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ સાથે કેટલાક લોકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન મામલો વધારે પ્રમાણમાં જ બિચકી ગયો હતો.
વિજિલન્સની ટીમે મેદાને ઉતરવું પડ્યું..
નોંધનીય છે કે ગુજરાતમાં ઢોર પકડવા મુદ્દે ઘણા એક્શન લેવાઈ રહ્યા છે. રખડતા ઢોરના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે વિજિલન્સની ટીમે કર્મચારીઓ અને શખસો વચ્ચે ચાલી રહેલા ઢોર પકડવાના વિવાદ પર મધ્યસ્થી કરવી પડી હતી. ત્યારપછી મામલો થાળે પડ્યો હતો.
With Input: નિલેશ શિશાંગિયા
ADVERTISEMENT