અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ફરીથી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણેના જૂતાનો હાર પહેરાવીને તેનું પૂતળું બાળ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દે VHP
આ સાથે જ વીએચપી અને બજરંગદળે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ગુજરાતમાં ફિલ્મને રિલીઝ નહીં થવા દે. વીએચપીના કાર્યકરે વિરોધ કરતા કહ્યું કે, અમારા ધર્મ અને ભગવા રંગનું અપમાન થઈ રહ્યું છે, આ માટે અને વીએચપી અને બજરંગ દળ વિરોધ કરીએ છીએ. અને આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થવી જોઈએ. જો રિલીઝ થશે તો અમે અમારું પિક્ચર બતાવીશું. આ ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો: વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું, તમામ લડત લડવા તૈયાર
ફિલ્મમાં ‘બેશરમ રંગ’ સોન્ગને લઈને શરૂ થયો હતો વિવાદ
નોંધનીય છે કે, ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ કરાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળ કેવા પ્રકારનો વિરોધ કરે છે.
ADVERTISEMENT