દિગ્ગજ નેતા પરસોતમ રૂપાલાએ પરિવાર સાથે કર્યું મતદાન

હિરેન રવૈયા, અમરેલી:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. આ દરમિયાન પ્રથમ…

gujarattak
follow google news

હિરેન રવૈયા, અમરેલી:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. આ દરમિયાન પ્રથમ તબક્કામાં અમરેલી જિલ્લા મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે  કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના વતન ઇશ્વરીયા ગામે  મતદાન કર્યું છે.

ગુજરાતમાં પ્રાથમિક તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. એના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના પરિવાર સાથે પોતાના વતન ઈશ્વરીયા મતદાન કર્યું છે. પરસોતમ રૂપાલાના વૃદ્ધ  માતાએ પણ મતદાન કર્યું છે.

788 ઉમેદવારના આજે ભાવિ થશે EVM માં કેદ
પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી  718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. અને 8 તારીખે જનાદેશ જાહેર થશે.  પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.

    follow whatsapp