અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમા 2 તબક્કામાં મતદાનનું આયોજન કરાયું છે. જેમાં ગણતરીના દિવસો બાકી રહેતા તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. તેવામાં અરવલ્લી જિલ્લાના ભાજપ ઉપપ્રમુખે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમના આ પગલાથી અત્યારે રાજકારણ ગરમાયું છે. એટલું જ નહીં ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જતા માહોલ ગરમાયો છે.
ADVERTISEMENT
જયંતીસિહ ઝાલાએ આપ્યું રાજીનામુ…
અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતીસિંહ ઝાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ત્યારપછી ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે તેમણે રાજીનામામાં જણાવ્યું છે કે ભાજપમાં હું સતત એક્ટિવ હતો. છતા પાર્ટીમાં તાલુકા સંગઠન દ્વારા મારી અવગણના થઈ રહી હતી. આના પરિણામે મેં ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.
મહેન્દ્રસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
જયંતીસિંહ વાઘેલાએ ભાજપમાં રાજીનામુ આપ્યા પછી આજે મહેન્દ્રસિંહ વાઘેલાની સભામાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. તેમના ભાજપમાંથી રાજીનામા બાદ અરવલ્લી જિલ્લા ભાજપમાં ગાબડુ પડ્યું છે. નોંધનીય છે કે જયંતીસિંહ વાઘેલા ભાજપમાં સક્રિય રહેતા હતા અને ઘણા કાર્યો પણ તેઓ ત્વરિત ધોરણે કરતા આવ્યા છે. તેવામાં પાર્ટીમાં અવગણનાનો આક્ષેપ લગાવી તેમણે આવી રીતે ચૂંટણી પહેલા સાથ છોડી દેતા જોવાજેવી થઈ છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT