ગાંધીનગરના રૂપાલમાં નીકળી માતાજીની પલ્લી, ભક્તોના ઘોડાપૂર વચ્ચે રસ્તાઓ પર ઘીની નદીઓ વહી

ગાંધીનગર: ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી…

gujarattak
follow google news

ગાંધીનગર: ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરતા રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.

માનતા પૂરી થતા ભક્તો કરે છે ઘીનો અભિષેક
પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ હોય તે અહીં ઘીનો અભિષેક કરે છે. ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે. અને બાળકોને પલ્લીના માથે ટેકવાય છે.

ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરાયો
ભાવિક ભક્તો દ્વારા આ વખતે માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. આખી રાત દરમિયાન રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી નીકળતા ડોલ ભરી ભરીને ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. બીજી તરફ માચાની પલ્લીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર સમગ્ર ગામમાં ઉમટ્યું હતું.

પાંડવોએ સૌથી પહેલા સોનાની પલ્લી બનાવી હતી
પલ્લી એટલે માતાજીનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્ચારે બાદ પાટણના રાજ સિદ્ધરાજે પણ ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી તેવો ઉલ્લેખ મળે છે. રૂપાલમાં પલ્લી બનાવવા માટે 18 કોમના લોકો સાથે મળીને આ માતાજીની પલ્લી બનાવે છે.

    follow whatsapp