વિરેન જોશી /મહિસાગરઃ જિલ્લામાં ખિલખિલાટ વાનના ડ્રાઈવરે હોડી ચલાવીને પ્રસુતા માતા અને નવજાત શિશુને ઘરે પહોંચાડ્યા. નોંધનીય છે કે બેટ પાસે આવેલા ગામમાં હોડી દ્વારા પહોંચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નહોતો. જેને જોતા ડ્રાઈવર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે કોઈ હોડી ચાલક નહોતો, જેથી પ્રસુતાને અધવચ્ચે છોડીને ન જવા માગતા વાનના ડ્રાઈવરે હોડી ચલાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. જાણો સમગ્ર ઘટના…
ADVERTISEMENT
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રઠડા ગામ આવેલું છે. આ ગામ બેટ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં હોડી વડે જ પહોંચી શકાય છે. તેવામાં એક મહિલાને રાઠડા બેટ ગામમાં રહેતા આશાબેનને પ્રસૂતિ માટે સંતરામપૂર હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં તેમણે નવજાત શિશૂને જન્મ આપ્યો હતો. ત્યારપછી જ્યારે હોસ્પિટલમાંથી રજા મેળવી ઘરે પહોંચતા હતા ત્યારે જોવાજેવી થઈ હતી.
ખિલખિલાટ વાન કિનારા સુધી ઉતારી ગઈ
બેટ પાસે ખિલખિલાટ વાન આ મહિલાને લઈને પહોંચી ગઈ હતી. આ દરમિયાન ડ્રાઈવર તેમને કિનારા સુધી લઈ ગયો હતો. પરંતુ અહીં કોઈ હોડી ચાલક નહોતો ત્યારે પ્રસુતા માતાને ત્યાં રાહ જોવડાવી અધવચ્ચે રાખવા કરતા ડ્રાઈવરે અનોખી પહેલ કરી હતી. તે જાતે હોડી ચલાવીને આ પ્રસુતા માતા અને નવજાત શિશૂને કિનારાની બીજી બાજુ લઈ ગયો હતો. આ દરમિયાન મહિલાનો પરિવાર પણ સાથે હતો.
ખિલખિલાટ વાન ગુજરાત સરકારે કયા ઉદ્દેશ્યથી શરૂ કરી
ગુજરાત સરકારે પ્રસુતા માતા અને નવજાત શિશુને આવન-જાવન કરવામાં સરળતા રહે એના માટે આ વાન શરૂ કરવામાં આવી છે. આની સાથે કુપોષિત બાળકોથી લઈ અન્ય બીમારોને સારવાર અર્થે લઈ જવા માટે આ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
ADVERTISEMENT