વલસાડ જિલ્લા એસીબીનો સપાટો, 15 લાખની લાંચ લેતા સરકારી અધિકારી ઝડપાયા

કૌશિક જોશી, વલસાડ: જિલ્લા એસીબીએ સપાટો બોલાવી રહી છે. લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. નવા વર્ષ માં જ સપાટો બોલવાની શરૂઆત કરી છે.…

gujarattak
follow google news
કૌશિક જોશી, વલસાડ: જિલ્લા એસીબીએ સપાટો બોલાવી રહી છે. લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. નવા વર્ષ માં જ સપાટો બોલવાની શરૂઆત કરી છે. આ દરમિયાન પહેલા જ પખવાડિયામાં  જિલ્લા એસીબીએ બીજી સફળ ટ્રેપ કરી છે.  પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર નિલય નાયક આસિસ્ટન્ટ એન્જિનિયર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરીના કહેવાથી ખાનગી વ્યક્તિને રૂપિયા 15 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયા છે.
કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના બ્રિજનું કામ નદી પરથી રાખેલ હોય જેનામાં ફરિયાદી પાસે 20 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલ છે.  રકઝકના  અંતે 15 લાખ રૂપિયા નક્કી થયેલ છે.  જે ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય જેને લઈને એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર નિલય નાયક આસિસ્ટન્ટ એન્જિનિયર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરીના કહેવાથી ખાનગી વ્યક્તિને રૂપિયા 15 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયા છે.
નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ 
નાયક કાર્યપાલક ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેરના કહેવાથી ખાનગી વ્યક્તિ એવા વિક્રમભાઈ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્યારે સમગ્ર મામલે ખાનગી વ્યક્તિ વિક્રમભાઈ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર નીલય નાયકની વલસાડ એસીબીએ ધરપકડ.કરી છે.

આ પણ વાંચો: જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

સમગ્ર મામલે આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરી ન મળી આવતા તેમને વોન્ટેડ જાહેર  કરવામાં આવ્યા છે. જ્યારે એસીબીએ બાકીની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  વર્ષના પહેલા જ મહિનામાં વલસાડ એસીબીની બીજી સફળ ટ્રેપ કરી છે.  વલસાડ ખાતે ની ટ્રેપીંગ જે દક્ષિણ ગુજરાત ની હાલની મોટી રકમ માંગણી અંગેની ટ્રેપીંગ માનવા માં આવી રહી છે. આટલી મોટી રોકડ રકમ ની માંગણી કરી હોવાના કારણે હવે લોકો પણ હેરાન થઈ ને આવા લાચિયા સરકારી બાબુ ની સામે આંખ લાલ કરવાની વાત પણ સામે આવી રહી છે. જેને નકારી ન શકય
એક સપ્તાહ પહેલા 2 અધિકારીઓ ઝડપાયા હતા 
વલસાડ જિલ્લામાં એસીબીએ સપાટો બોલાવી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપતા જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મહત્વનું છે કે, વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર સેફ્ટી ઓફિસર દિવ્યાંગકુમાર બારોટ અને જ્યોતિ ભાદરકા જેવો ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. લાંચ લેવાની ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં આ બંને લાંચિયા અધિકારીઓને ફરિયાદી પાસેથી રૂપિયા 60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ અધિકારીઓએ ફરિયાદીની અને તેમના એક સગાની બેકરીમાં બેકરી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે લાઇસન્સ અને સમગ્ર વર્ષ દરમિયાન હેરાન નહીં કરવા ના બદલે રૂપિયા 60,000ની વાર્ષિક હપ્તાની માંગ કરી હતી.
    follow whatsapp