BJPમાં ટિકિટ મુદ્દે આંતરિક ખેંચતાણ વચ્ચે વજુભાઈ વાળાની એન્ટ્રી, રૂપાણીને ફરી ટિકિટ આપવા પર શું કહ્યું?

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપના ગઢ એવા રાજકોટ પશ્ચિમની બેઠકને લઈને પણ રીતસરની ખેંચતાણ ભાજપમાં જોવા મળી રહી છે.…

gujarattak
follow google news

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપના ગઢ એવા રાજકોટ પશ્ચિમની બેઠકને લઈને પણ રીતસરની ખેંચતાણ ભાજપમાં જોવા મળી રહી છે. ત્યારે ભાજપમાં ટિકિટ મુદ્દે આંતરિક ખેંચતાણમાં હવે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની એન્ટ્રી થતા રાજકારણ ગરમાયું છે. વજુભાઈ વાળાએ તેના PA તેજસ ભટ્ટી માટે ટિકિટની માગણી કરી છે. આ માટે તેઓ છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે ભાજપમાં પણ કોઈ આંતરિક વિખવાદ ન હોવાનું જણાવ્યું હતું.

‘ટિકિટની માગણી દરેક સમાજના લોકો કરે’
વજુભાઈ વાળાએ કહ્યું કે, હું વજુભાઇ વાળા પાર્ટીનો કાર્યકર છું. પાર્ટી જે ઉમેદવારનું નામ આપશે તેને જીતાડવા માટે હું તન, મન અને ધનથી કામ કરીશ. ઉમેદવારોના નામ રાજ્યકક્ષા અને કેન્દ્ર સરકારના લોકો નક્કી કરીને કહેશે.ટિકિટની માંગણી તો દરેક સમાજના લોકો કરે પરંતુ સમગ્ર સમાજનું વિચારીને જ પાર્ટી નક્કી કરે છે. અનેક પ્રકારની જ્ઞાતિને સાથે સંતોષ આપી ન શકાય. દરેકની માંગણી પ્રમાણે સીટ કરવામાં આવે તો 182ને બદલે 500 સીટ કરે તો પણ ઓછી પડે.

વિજય રૂપાણીને ફરી ટિકિટ આપવા પર શું કહ્યું?
સાથે તેમણે વિજય રૂપાણીને ટિકિટ મુદ્દે કહ્યું કે, તે તો વિજયભાઇએ નક્કી કરવાનું અને પાર્લામેન્ટ્રી બોર્ડે નક્કી કરવાનું હોય છે. તેને ટિકિટ આપે તો તે પણ ભાજપનો કાર્યકર છે ને. તેને ટિકિટ આપે તો ભાજપનો એકે એક કાર્યકર તેના માટે તનતોડ કામ કરવા તૈયાર છે.કોઈ માટે નારજગી નથી અને કોઈ માટે વધુ પ્રમાણમાં પ્રેમ પણ નથી. જ્યારે આમ આદમી પાર્ટીની અસર પર તેઓ બોલ્યા કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં બેઠેલા ભાજપના વડાપ્રધાને ભારત અને ગુજરાત માટે શું કર્યુ છે.

 

મોરબીની ઘટનાની અસર ભાજપ સરકાર નહીં પડે
ઉપરાંત મોરબીની ઘટના પર તેઓ બોલ્યા, મોરબીની દુર્ઘટના રાજ્યની બેદરકારીના કારણે નથી બની. આ જે મ્યુનિસિપાલિટીએ એક ટ્રસ્ટ અને બીજાને કોન્ટ્રાક્ટ આપે તે રીતે ચલાવવા આવ્યો છે. આ માટે SIT બનાવી છે જે કમિટી રિપોર્ટ આપશે કે કોના કારણે અને કોના વાંકે આ પૂલ તૂટ્યો. મોરબીમાં સરકારની ભૂલના કારણે કંઈ થયું હોય તો સરકારને ચૂંટણી પર અસર પડે. સરકારની કોઈ ભૂલ નથી. સરકારનું સુપરવિઝન નથી. સરકારની આ માલિકી નથી, મ્યુનિસિપાલિટીની છે. તપાસ બાદ રિપોર્ટ સોંપશે.

    follow whatsapp