દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરામાં 3 દિવસના સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન 60 વર્ષના મહિલા સાંસદ રંજનબેન ભટ્ટ પોતે રમતના મેદાનમાં ઉતર્યા હતા. સાડી પહેરીને કબડ્ડી રમવા મેદાનમાં ઉતરેલા મહિલા સાંસદે વિરોધી ટીમને હંફાવી નાખી હતી. ખાસ વાત છે કે સાંસદ રંજનબેન ભટ્ટ કબડ્ડીના ખેલાડી રહી ચૂક્યા છે. ત્યારે મેદાન પર આ ઉંમરે પણ તેમનો ઉત્સાહ જોઈને મેચ જોવા આવેલા દર્શકોને પણ નવાઈ લાગી હતી.
ADVERTISEMENT
3 દિવસના આ સાંસદ ખેલ મહાકુંભમાં સ્થાનિક નેતાઓની સાથે સાથે મહિલા કોર્પોરેટર્સ પણ મેદાનમાં ઉતર્યા હતા. જોકે આ બધામાં સાંસદ રંજનબેન ભટ્ટે જબરજસ્ત સ્ફૂર્તિ દર્શાવીને અન્ય ખેલાડીઓનો પણ ઉત્સાહ વધારી દીધો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT