વડોદરા: શહેરના પોર GIDC નજીક પરિણીત યુવતી સાથે સાત-આઠ વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતા વિધર્મી પ્રેમીએ જ અઢી લાખ પાછા ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. હત્યારાએ પ્રેમિકાનું પહેલા ગળું દબાવી દીધું અને બાદમાં તેની લાશને માટીમાં દાટી દીધી. બીજી તરફ પરિણીતાને તેનો પતિ 9 દિવસથી શોધી રહ્યો હતો. આખરે પોલીસને મહિલાની લાશ મળી આવી. સમગ્ર મામલે પર્દાફાશ થયા બાદ આરોપી વિધર્મી પ્રેમીને પોલીસે ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
પ્રેમિકાએ ઉછીના 2.50 લાખ આપ્યા હતા
ઘટનાની વિગતો મુજબ, વડોદરાની પોર GIDC નજીક 35 વર્ષના મિત્તલબેન નામની પરિણીતાને છેલ્લા 8 જેટલા વર્ષોથી ઈસ્માઈલ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. મિત્તલના લગ્ન થઈ ગયા હોવા છતાં તેનું ઈસ્માઈલ સાથે અફેર હતું. પ્રેમસંબંધ હોવાના કારણે તેણે ઈસ્માઈલને રૂ.2.50 લાખ ઉછીના આપ્યા હતા. જોકે વારંવાર મિત્તલે પૈસા પરત માગવા છતાં વિધર્મી પ્રેમી પૈસા આપવાના બદલે વાયદા કરતો હતો. જોકે મિત્તલ દ્વારા પૈસાની ઉઘરાણી વધતા તેણે હત્યાનું કાવતરું ઘડી નાખ્યું. અને પૈસા આપવાનો છેલ્લો વાયદો માગ્યો હતો.
આ પણ વાંચો: લો બોલો, ખાડા-ખાબોચીયાવાળો આ રોડ પાછળ સરકારે રૂ.97 કરોડ ખર્ચ્યા છે, 2 વર્ષ પણ ન ટક્યો
GIDCમાં લઈ જઈ ગળું દબાવી લાશ દાટી દીધી
22મી જાન્યુઆરીના રોજ ઈસ્માઈલ મિત્તલને બાઈક પર બેસાડીને પોર GIDCમાં લઈ ગયો હતો. જ્યાં ખુલ્લી સીમમાં મિત્તલને માટીના ઢગલામાં ધક્કો મારીને નીચે પાડી દીધી અને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. પછી માટીના ઢગલામાં લાશને દાટી દીધી અને ઘરે જતો રહ્યો. જ્યારે મિત્તલ મોડે સુધી ઘરે ન આવતા પતિએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે ન મળતા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતા તેમણે ઈસ્માઈલ સાથે મિત્તલ બાઈકમાં ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી ઈસ્માઈલની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે જ મિત્તલની હત્યા કરીને લાશને માટીના ઢગલામાં દાટી દીધી હોવાનું જણાવ્યું હતું.
આરોપીની કબૂલાત બાદ પોલીસ મોડી સાંજે જેસીબી મશીન અને માણસોનો સ્ટાફ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ઢગલામાંથી ખોદીને મિત્તલની લાશને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. ત્યારે આરોપી ઈસ્માઈલની પણ પોલીસે અટકાયત કરી લધી છે.
ADVERTISEMENT