Vadodara News: રાજ્યમાં હવે મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી. એક બાદ એક દુષ્કર્મ અને છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં સ્કૂલ વાનના ડ્રાઈવરે જ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓ લાલઘુમ થઈ ગયા છે. હાલ પોલીસે વિદ્યાર્થિનીના વાલીની ફરિયાદના આધારે ડ્રાઈવરની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
ડ્રાઇવરે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિની દરરોજ સયાજીગંજ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણની સ્કૂલવાનમાં શાળાએ જતી-આવતી હતી. આ વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે શાળાએ જતા આવતા હતા. પરંતુ વિદ્યાર્થિનીનું ઘર છેલ્લે હોવાથી તે સૌથી છેલ્લા વાનમાંથી ઉતરતી હતી.
માસુમ સગીરા પર બગાડી દાનત
એક દિવસ 54 વર્ષીય વાનચાલકે અન્ય વિદ્યાર્થીઓના વાનમાંથી ઉતરી ગયા બાદ 14 વર્ષની માસુમ સગીરા પર દાનત બગાડી હતી અને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા. વાન ચાલકની આ હરકતથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. તેમ છતાં તેણે હિંમત કરીને યોગા શીખવાડતી શિક્ષિકા અને નાના-નાનીને આ અંગે જણાવ્યું હતું.
ઠપકો આપવા છતાં ન સુધર્યો ચાલક
જેથી નાના-નાનીએ સ્કૂલ વાનના ચાલકને ઠપકો આપ્યો હતો અને પોતાની પૌત્રીને પાછળની સીટ પર બેસાડવા કહ્યું હતું. છતાં આ નફ્ફટે સુધરવાનું નામ લીધું નહોતું અને તેણે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા ચાલુ જ રાખ્યા હતા.
પોલીસે વાન ચાલકની કરી ધરપકડ
જે બાદ વિદ્યાર્થિની દ્વારા આ અંગે વાલીને જણાવવામાં આવતા તેઓ સીધા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસની ટીમ દોડતી થઈ હતી અને વાન ચાલક ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT