વડોદરામાં આઠમી વખત ચૂંટણી લડતા ‘કાકા’એ મતદાન બાદ કહ્યું, ‘1 લાખની લીડથી જીતીશ’

વડોદરા: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકોએ પહોંચી રહ્યા છે. ત્યારે…

gujarattak
follow google news

વડોદરા: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકોએ પહોંચી રહ્યા છે. ત્યારે વડોદરાના માંજલપુરમાં આઠમી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે પણ આજે પત્ની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સવારમાં જ તેમણે વોટ નાખી દીધો હતો.

આઠમી વખત ચૂંટણી લડી રહ્યા છે યોગેશ પટેલ
ગુજરાતમાં આઠમી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા વડોદરાની માંજલપુર બેઠકથી ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય યોગેશ પટેલે આજે સવારે કારેલીબાગની ન્યુ ઈરા સ્કૂલ ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. વોટીંગ બાદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, હું આ વખતે એક લાખ મતની લીડથી જીતીશ. પાર્ટીએ મારા કામ જોઈને મને રિપીટ કર્યો છે. દરેક મતદારે મતદાન ખાસ કરવું જોઈએ.

PMએ રાણીપની સ્કૂલમાં કર્યું મતદાન
નોંધનીય છે કે, બીજા તબક્કાના મતદાન માટે PM મોદીએ પણ રાણીપની સ્કૂલમાં પહોંચીને મતદાન કર્યું હતું. PM મોદીએ સવારે 9.30 વાગ્યા આસપાસ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘાડલોડિયામાં મતદાન કર્યું હતું.

    follow whatsapp