વડોદરા: શહેરમાં પોર હાઈવેના બ્રિજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા બસ અને ટ્રક બ્રિજની રેલિંગ તોડીને હવામાં લટકી ગયા હતા. વિચિત્ર અકસ્માત થતા પોલીસ અને સ્થાનિકોએ મળીને લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ADVERTISEMENT
લક્ઝરી, 2 મિની ટ્રક અને 1 ટ્રક વચ્ચે અકસ્માત
વિગતો મુજબ, વડોદરામાંથી પસાર થતા પોર હાઈવેના બ્રિજ પર લક્ઝરી બસ, 2 મિની ટ્રક અને 1 ટ્રક વચ્ચે ટક્કરની ઘટના બની હતી. બ્રિજ પર અકસ્માતની આ ઘટનામાં ટ્રક અને લક્ઝરી બસ રેલિંગ તોડીને લટકી જતા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનર સહિત 5 લોકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ગામ લોકો સાથે ભેગા મળીને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
પાંચ લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત
હાલમાં અકસ્માત ગ્રસ્ત ડ્રાઈવર અને ક્લિનર સહિત પાંચેય લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માત કેવી રીતે થયો તે પાછળનું કારણ શોધવા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ બ્રિજ પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતના કારણે લોકોમાં પણ તે કેવી રીતે થયો હશે તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT