નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં દેખાતું ચીનનું જાસૂસી બલૂન તોડી પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેનના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બલૂનને દરિયાઇ સપાટી પર તોડી પાડવામાં આવ્યું છે. હવે ટીમો કાટમાળ એકત્ર કરવા સ્થળ પર જઈ રહી છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, આ બલૂન તોડતા પહેલા ત્રણ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને એરસ્પેસ પણ બંધ રહી હતી. જે બાદ યુએસ આર્મીના એરક્રાફ્ટે તે જાસૂસી બલૂનને એટલાન્ટિક મહાસાગરમાં તોડી પાડ્યો હતો.
ADVERTISEMENT
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જણાવ્યું કે, આ બલૂન તોડી પાડવાનો આદેશ આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના વતી આપવામાં આવ્યો હતો. પરંતુ બલૂન દરિયાની ઉપર આવે તેની રાહ જોવી રહી હતી. જ્યારે આ બલૂન દરિયાઈ સપાટી પર આવ્યું, ત્યારે અમેરિકન વિમાનોએ તેને ઉડાવી દીધું.
ત્રણ દિવસથી એર સ્પેસ નજીક હતું બલૂન
ત્રણ દિવસથી આ બલૂન અમેરિકાના એરસ્પેસમાં જોવા મળી રહ્યું હતું. યુએસ આર્મી દ્વારા તે બલૂનની હિલચાલ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. રાષ્ટ્રપતિ જો બિડેન પર પણ બલૂન નીચે લાવવામાં આવશે તેવી જાહેરાત કરવાનું દબાણ હતું. હવે એ દબાણ વચ્ચે એ આદેશ પણ બહાર પાડવામાં આવ્યો અને ચાઈનીઝ બલૂન પણ નીચે લાવવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી ટ્રેક કરવામાં આવી રહ્યું હતું.
અમેરિકા, કેનેડા અને લેટિન અમેરિકાના એરસ્પેસ પર ચીનના શંકાસ્પદ જાસૂસી બલૂન દેખાયા બાદ હંગામો મચી ગયો હતો. પેન્ટાગોન અનુસાર, મોન્ટાનાની ઉપર જે બલૂન દેખાયો તે ત્રણ બસની સાઈઝનો હતો. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે આ જાસૂસી બલૂનથી લોકોને કોઈ ખતરો નથી. પરંતુ તેમ છતાં અમેરિકન એરસ્પેસમાં દેખાતા આ બલૂનને છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ દ્વારા પણ તેના પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેને બલૂન તોડવાનો આદેશ આપ્યો હતો અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અદાણી મામલામાં આખરે બોલ્યું SEBI, કહ્યું… બજાર જોડે કોઈ રમત…
જાણો શું કહ્યું ચીને આ મામલે
ચીને કબૂલ્યું હતું કે આ બલૂન તેનો રસ્તો ભટકી ગયો હતો. સાથે જ તેમણે આ મુદ્દે શાંતિ જાળવવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની આગામી સપ્તાહે ચીનની મુલાકાત રદ્દ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે. અમેરિકાએ આવા મુદ્દાઓ પર પોતાનું વલણ બદલવું જોઈએ.
ADVERTISEMENT