અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થયું છે. 14 મી વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે. ત્યારે ટૂંકી મુદતના સત્રને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આ સત્ર શરૂ થતાં પહેલા જ તોફાની બનવાના એંધાણ હતા. સત્રમાં મોંઘવારી, ડ્ર્ગ્સ, વિવિધ આંદોલનો સહિતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા તે પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોચ્ચાર કરી વેલ સુધી આવેલા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસના 10 ધારાસભ્યો 1 દિવસ માટે સસ્પેન્ડ
વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા તે પહેલા કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લે કાર્ડ અને બેનર સાથે દેખાવ કરવામાં આવ્યો છે. વિધાનસભા વેલમાં આવી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસ્તને અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા મંજૂર કરવામાં આવી છે. વેલમાં ધૂસી આવેલા તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને સાર્જન્ટ દ્વારા ગૃહ બહાર લઈ જવામાં આવ્યા હતા.
સત્ર શરૂ થાય તે પહેલા જ હોબાળો
ટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા અને હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો મચાવ્યો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા. મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા. સરકારી કર્મચારીઓને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા. સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના કોંગ્રેસના ધારાસભ્યોએ નારાઓ લગાવ્યા.
વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ
વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ ચૂકી છે. અલગ અલગ આંદોલનને લઈને વિધાનસભા સચિવાલયમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગેટ નંબર 1 અને 4 ના એન્ટ્રી ગેટ પર સખત પોલીસ પહેરો રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT