UPમાં MLA મર્ડર કેસના મુખ્ય સાક્ષીની હત્યાનું કાવતરું સાબરમતી જેલમાંથી ઘડાયું? UP પોલીસ આવશે ગુજરાત

લખઉન: ઉમેશ પાલ અને ગનરની હત્યાના મામલે યુપી પોલીસ બાહુબલી અતીક અહેમદની પૂછપરછ કરશે. અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીકે સાબરમતી…

gujarattak
follow google news

લખઉન: ઉમેશ પાલ અને ગનરની હત્યાના મામલે યુપી પોલીસ બાહુબલી અતીક અહેમદની પૂછપરછ કરશે. અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીકે સાબરમતી જેલમાંથી જ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

MLA હત્યા કેસના સાક્ષીની જાહેરમાં હત્યા કરાઈ
હકીકતમાં, શુક્રવારે પ્રયાગરાજમાં, ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

અતીક અહેમદ રાજુપાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે
2004 માં, અતીક અહેમદે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર યુપીની ફુલપુર લોકસભા બેઠક જીતી હતી. આ પહેલા અતીક અહેમદ અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. પરંતુ તેઓ સાંસદ બન્યા બાદ તે બેઠક ખાલી પડી હતી. થોડા દિવસો પછી પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ બેઠક પર સપાએ સાંસદ અતીક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યા. આ ચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા હતા. પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિનાઓ બાદ 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ નામના બે લોકો પણ માર્યા ગયા હતા. અતીક આ કેસમાં મુખ્ય આરોપી છે.

અતીક હાલ સાબરમતી જેલમાં બંધ છે. અતીક સામે 100 ગુનાહિત કેસ નોંધાયેલા છે. હત્યા, લૂંટ, અપહરણ, ખંડણી અને ગેરકાયદેસર હથિયારોના સોદા સહિતના અનેક ગંભીર આરોપો છે.

 

    follow whatsapp