કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાથે સાથે તહેવારોની પણ સિઝન ચાલી રહી છે. આ દરમિયાન નેતાઓ પોતાનો પ્રચાર કરવાનો મોકો નથી છોડતા. આ દરમિયાન વિપક્ષ પણ સરકારનો વિરોધ કરવાનો કોઈ જ મોકો નથી છોડતી ત્યારે આજે દશેરા નિમિતે ભુજમાં રાવણ દહનને બદલે ED, CBI અને મોંઘવારીના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતમાં આ વર્ષે ચૂંટણીઓ છે અને ધીમે ધીમે કોંગ્રેસ ફરીથી ચૂંટણીના વર્ષમાં સક્રિય થતી જોવા મળી રહી છે. ત્યારે દશેરાના દિવસે કચ્છમાં રાવણના પૂતળાનું દહન કરવાને બદલે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભુજના હમીરસર તળાવના કિનારે મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, નબળી આરોગ્ય સુવિધા, મોંઘુ શિક્ષણ, GST, ED, CBI, ગેસના વધતા ભાવ વગેરે જેવા મુદ્દાઓ પર પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર એવો પણ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ED, CBIનો દૂર ઉપયોગ કરીને વિપક્ષ અને વિપક્ષના નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી ચએ તેમતેમ હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી છે. ત્યારે ગુજરાતમાં 27 વર્ષથી સત્તા વિહોણી રહેનાર કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન આજે કચ્છ કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી જનતા સુધી જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT