વીરેન જોશી,મહીસાગર: જિલ્લાના ખાનપુર તાલુકામાં કાનેસરથી છાપરી સુધીનો 7.62 કિમિ રોડ કે જે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત 342.71 લાખની માતબર રકમથી બનેલ નવીન રોડમાં રોડ બન્યાના પંદર દિવસેમાં ખાડા પડ્યા છે. જેના કારણે ગ્રામજનોએ હલકી ગુણવત્તા વાળું કામ થતું હોવાના આક્ષેપ લગાવ્યા છે તો બીજી બાજુ અધિકારી કોન્ટ્રાક્ટરના બચાવમાં આવ્યા અને કહ્યું રોડ નીચે પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાના કારણે રોડ તૂટ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ બનવવા સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ રસ્તા બનતાની સાથેજ તૂટી જાય છે. ત્યારે રોડ બનવવા માટે થયેલ કામગીરી પર આક્ષેપો લાગતા હોય છે. આ આક્ષેપો સ્થાનિક ગ્રામજનોજ લગાવતા હોય છે કારણકે તેમને આ રોડનો સૌથી વધુ એક ગામથી બીજા ગામ માટે ઉપયોગ કરતા હોય છે અને જો રોડ મજબૂત નહિ હોય અને રોડ બનતાના થોડાક દીવસમાં તૂટવા માંડે તો આ રોડનો ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ કરતા સ્થાનિકો ગ્રામજનોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સારી સુવિધા વાળો મજબૂત રોડ બને તેમ ગ્રામજનો ઇચ્છતા હોય છે
લોકોની છે આ માંગ
રસ્તો બન્યા બાદ ગ્રામજનોની મુશ્કેલીઓમાં ઘટાડો થવાને બદલે મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામથી છાપરી સુધીનો 7.62 કિમિ રસ્તો જે 342.71 લાખ રૂપિયાની માતબર રકમથી નવો બન્યો છે અને રોડ બન્યાના પંદર દિવસમાં રોડ તૂટવા માંડતા ગ્રામજનોએ રોડની કામગીરી પર આક્ષેપો લગાવ્યા છે. અને જે હલકી કક્ષાની કામગીરી કારણે રોડ તૂટ્યો છે તેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેમજ રોડ બનવવા માટે જે મટેરિયલ્સ વાપરવામાં આવ્યું છે. લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે અને રોડ કેમ આટલો ઝડપથી તૂટી ગયો તેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને રોડ જ્યાં જ્યાં તૂટ્યો છે ત્યાં ફરી રોડ બનવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

તંત્રને કોઈ અસર ના થઈ
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના દલખુડિયાથી સોનેલા થઈ અમદાવાદ હાઈવેને જોડતો રોડ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બન્યો હતો અને જે રોડ પણ રોડ બન્યાના થોડાકજ મહિનામાં તૂટી ગયો હતો અને જે અંગેનો અહેવાલ ગુજરાત તકમાં પ્રસારિત થતા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હરકત માં આવી ગયું હતું અને રોડ યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર હવે ખાનપુર તાલુકામાં પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત બની રહેલ નવીન રોડમાં ખાડા પડવા માંડતા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપો થતા માર્ગ અને મકાન વિભાગ પંચાયતની દેખરેખ હેઠળ બનતા નવીન રોડની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે હાલની નવીન બનેલ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગનું ખાતું છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ સારી કામગીરી કરે તે માટે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.