Education News : M.Philની ડિગ્રીને લઈ UGCએ મોટો નિર્ણય લીધો છે. હવે દેશભરની તમામ કોલેજોને એમ.ફીલની ડિગ્રીમાં પ્રવેશ ન આપવા આદેશ કરાયો છે. તેથી માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી કાયમ માટે બંધ થઈ જશે.
ADVERTISEMENT
UGCનો MPhil પર મોટો નિર્ણય
UGCના સચિવ મનીષ જોશીએ હવે આવનારા વર્ષ માટે M.Philના કોર્ષમાં પ્રવેશ ન લેવા માટેની અપીલ કરી છે. યુજીસી દ્વારા આજે સત્તાવાર રીતે આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેથી હવે આગામી શૈક્ષણિક વર્ષથી એમ.ફીલ ડિગ્રી માટેના પ્રવેશ ઓફિશિયલી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.
M.Phil ડિગ્રી શું છે?
UGCએ આ અંગે નોટિસ જાહેર કરી હતી. UCG એ સ્પષ્ટતા કરી છે કે M.Phil ડિગ્રી હવે માન્ય રહેશે નહિ. માસ્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી એટલે બે વર્ષનો અનુસ્નાતક શૈક્ષણિક સંશોધન કાર્યક્રમ છે, જે Phd માટે જોગવાઈ નોંધણી તરીકે સેવા આપે છે. પરંતુ UCGએ ડિગ્રીની માન્યતા રદ કરી દીધી છે, તેથી હવે વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પ્રવેશ લઈ શકશે નહીં.
ADVERTISEMENT