ટીવી શો 'Udaan' ની અભિનેત્રીનું હાર્ટ એટેકથી નિધન, કેન્સરની ચાલી રહી હતી સારવાર

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે

ઉડાન સિરિયલથી ઓળખ મળી

'Udaan' actor and 'Lalita-ji' of iconic ad

follow google news

Udaan actress Kavita Chaudhary passed away: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી Kavita Chaudhry નું નિધન થયું છે. અભિનેત્રીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયાની ખબર સામે આવી રહી છે. અભિનેત્રી સીરિયલ 'ઉડાન'માં IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બની હતી.

67 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા 

ટેલિવિઝન દર્શકો માટે આજનો દિવસ ખરાબ સાબિત થયો. 67 વર્ષની ઉંમરે જાણીતી અભિનેત્રી-નિર્માતા કવિતા ચૌધરીએ દુનિયાને અલવિદા કહી દીધું. તે કેન્સરથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી. અભિનેત્રીના મૃત્યુના સમાચારથી તેના ચાહકો આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ઉડાન સિરિયલથી ઓળખ મળી

કવિતાએ 'ઉડાન'માં IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. સીરીયલ 'ઉડાન' તેમની મોટી બહેન કંચન ચૌધરીની સફર પર આધારિત હતી, જે કિરણ બેદી પછી બીજા આઈપીએસ અધિકારી બની હતી. તેણે શો લખ્યો અને દિગ્દર્શન પણ કર્યું. 'ઉડાન' શો પછી કવિતા મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની. આ તે સમય હતો જ્યારે ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં મહિલા IPS અધિકારીઓની ભૂમિકાને મહત્વ આપવામાં આવતું ન હતું. કવિતાએ ‘યોર ઓનર’ અને ‘આઈપીએસ ડાયરીઝ’ જેવા શો પણ કર્યા હતા.
 

    follow whatsapp